BJPનો વળતો હુમલો, જૂઠાઓના સરદાર રાહુલ ગાંધીને તથ્યોની જાણકારી નથી

News18 Gujarati
Updated: December 26, 2019, 3:51 PM IST
BJPનો વળતો હુમલો, જૂઠાઓના સરદાર રાહુલ ગાંધીને તથ્યોની જાણકારી નથી
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર વળતો હુમલો કર્યો.

રાહુલ ગાંધીને વાંધો એ વાતનો છે કે એક ચાવાળો કેવી રીતે વડાપ્રધાન બની ગયો : સંબિત પાત્રા

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ડિટેન્શન સેન્ટર પર આપેલા નિવેદનને લઈ કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) તરફથી કરવામાં આવેલી ટ્વિટ પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ વળતો હુમલો કર્યો છે. બીજેપી (BJP)ના રાષ્ટ્રીય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra)એ ગુરુવારે રાહુલને ઘેર્યા. તેઓઅ કહ્યું કે, રાહુલ ગાંધીને જાણવું કંઈ નથી, પરંતુ બોલવું બધું છે. કોઈ પણ વિષય પર રાહુલ ગાંધીને કોઈ જ્ઞાન નથી, પરંતુ દરેક વિષય પર બોલવું છે. તેમની પરેશાની ન તો NPR છે, ન CAA છે. તેમની પરેશાની એ છે કે ચાવાળો કેવી રીતે વડાપ્રધાન બની ગયો.

સંબિત પાત્રાએ કહ્યું કે, 20 ઑક્ટોબર 2012ના રોજ આસામની કૉંગ્રેસ સરકારે શ્વેત પત્ર જાહેર કર્યો હતો. તેમાં પેજ 38માં લખ્યું છે, કેન્દ્ર સરકારે આસામ સરકારને એ નિર્દેશ આપ્યો છે કે તમે ડિટેન્શન સેન્ટર (Detention Centres) સેટ કરો. તેઓએ કહ્યું કે, 13 ડિસેમ્બર 2011ના રોજ કેન્દ્ર સરકારે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે 3 ડિટેન્શન કેમ્પ આસામમાં ખોલવામાં આવ્યા છે. 2011માં કેન્દ્રમાં કૉંગ્રેસ સરકાર હતી.

'ડિટેન્શન સેન્ટર અને એનઆરસીની વચ્ચે કોઈ સંબંધ નથી'

પાત્રાએ વધુમાં કહ્યું કે, ગુવાહાટી હાઇકોર્ટમાં ચાલેલી એક કેસ મુજબ કોર્ટ માન્યું છે કે 2009માં જે પત્રક તે સમયના ગૃહ મંત્રાલયે જાહેર કર્યો હતો, તેની અંદર ડિટેન્શન સેન્ટર અને તેમાં લોકોને રાખવાનો નિયમ છે. કોર્ટ સ્પષ્ટ કહે છે કે આ બધું ત્યારના ગૃહ મંત્રાલય અનુસાર થયું હતું. તેઓએ કહ્યું કે, ભારતના લોકો બુદ્ધિમાન છે. તે એક જૂઠ અને એક કામ કરનારા વચ્ચે અંતર કરવાનું જાણે છે.

ડિટેન્શન કેમ્પ મુદ્દે પાત્રાએ કહ્યું કે ડિટેન્શન સેન્ટર બનાવવા અને એનઆરસીની વચ્ચે કોઈ સંબંધ નથી. ડિટેન્શન કેમ્પ તે વિદેશીઓ માટે છે, જે ગેરકાયદેસર રીતે ભારતમાં છે અને એ સુનિશ્ચિત કરવા માટે છે કે ક્યાંક ગુમ ન થઈ જાય. ડિટેન્શન સેન્ટરના તેમની મૂવમેન્ટને નિયંત્રિત કરવા માટે માત્ર એક કારાવાસ કેન્દ્ર છે.

આ પણ વાંચો,

ડિટેન્‍શન સેન્ટર પર રાહુલનો મોદી પર હુમલો : 'RSSના વડાપ્રધાન ભારત માતાને ખોટું બોલે છે'
જેને કેન્દ્રએ લીલી ઝંડી આપી તે NPR શું છે? NRCથી કેવી રીતે છે અલગ
First published: December 26, 2019, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading