અધીર રંજને દવિંદરને લઈને ઉઠાવ્યા સવાલ, પાત્રાએ કહ્યું - કોંગ્રેસ કહેશે હાફિઝ I Love You

News18 Gujarati
Updated: January 14, 2020, 5:26 PM IST
અધીર રંજને દવિંદરને લઈને ઉઠાવ્યા સવાલ, પાત્રાએ કહ્યું - કોંગ્રેસ કહેશે હાફિઝ I Love You
સંબિત પાત્રા

અધીર રંજન ચૌધરીનું નિવેદન સામે આવ્યા પછી સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો

  • Share this:
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના કુલગામમાં હિઝબુલ મુજાહિદીનના આતંકીઓ સાથે ધરપકડ કરાયેલા ડીએસપી દવિંદર સિંહ (DSP Devinder Singh)ને લઈને કોંગ્રેસ અને બીજેપી વચ્ચે વાકયુદ્ધ શરુ થયું છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી(Adhir Ranjan Chowdhury)એ દવિંદર સિંહ પર સાંપ્રદાયિક નિવેદન આપતા ગત વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા પુલવાલા હુમલાની ફરી તપાસની માંગણી કરી છે. અધીરે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પર નિશાન સાધ્યું છે. આ પછી બીજેપીએ અધીરના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે કોંગ્રેસનું પાકિસ્તાન સાથે કશુંક તો કનેક્શન છે. તમે જોજો સાંજ સુધી અધીર રંજનના નિવેદન પર પાકિસ્તાનથી આતંકી હાફીઝ સઇદ અને પીએમ ઇમરાન ખાનનું નિવેદન આવશે. હાફિઝ સઇદ આઇ લવ યું કોંગ્રેસ કહેશે.

લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીનું નિવેદન સામે આવ્યા પછી સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો હતો. બીજેપીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે. ડીએસપી દવિંદર સિંહની આતંકી ગતિવિધિઓમાં ધરપકડ થઈ છે. સંબિત પાત્રાએ કહ્યું હતું કે કોંગ્રેસે ફરી એક વખત આતંકવાદમાં ધર્મ શોધી લીધો છે. આ પાર્ટી એ જ ભગવા આતંકવાદ અને હિન્દુ આતંકવાદ શબ્દ શોધ્યો હતો. આતંકવાદનો ધર્મ શોધવો કોંગ્રેસનું કામ છે.

બીજેપી પ્રવક્તાએ આગળ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના એક ડીએસપીની આતંકી ગતિવિધિમાં સામેલ હોવાના કારણે ધરપકડ કરી છે. આ આખા પ્રકરણ પછી કોંગ્રેસે એ જ કર્યું છે જેમાં તે નિપુણ છે, સક્ષમ છે. અને તે છે ભારત પર હુમલો અને પાકિસ્તાનને બચાવવાનો પ્રયત્ન. દવિંદર સિંહના કેસમાં અધીર રંજન ચૌધરીએ મિનિટોમાં જ આતંકવાદનો ધર્મ શોધી લીધો. આતંકવાદનો ધર્મ શોધવો કોંગ્રેસનું હંમેશાથી કામ રહ્યું છે.

સંબિત પાત્રાએ આગળ કહ્યું હતું કે કેટલાક દિવસો પહેલા કોંગ્રેસ નેતા તરુણ ગોગોઈએ પીએમ મોદી પર હુમલો કરતા તેમને હિન્દુ જિન્ના કહ્યા હતા. રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે અમને સિમી કે ઇસ્લામિક આતંકવાદથી ડર નથી, અમને હિન્દુઓથી ડર છે. હિન્દુ જિન્ના, હિન્દુ આતંકવાદ જેવા શબ્દોનો પ્રયોગ કરવો ક્યાંક ને ક્યાંક હિન્દુઓને આતંકી સિદ્ધ કરવાનું છે.

આ પહેલા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ત્રણ ટ્વિટ કરીને કહ્યું હતું કે કુલગામમાં હિઝબુલ આતંકીઓ સાથે ધરપકડ કરાયેલા પોલીસ અધિકારીનું નામ સંયોગથી દવિંદર સિંહ છે. જો દવિંદર ખાન હોત તો વિવાદ વધી જાત. આ વિશે આરએસએસના ટ્રોલ રેજિમેન્ટને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપવો જોઈએ. ધર્મ, રંગ અને કર્મને સાઇડમાં રાખી દેશના આવા દુશ્મનોની એકસુરમાં ટિકા કરવી જોઈએ.
First published: January 14, 2020
વધુ વાંચો
अगली ख़बर