Home /News /national-international /રાજસ્થાન- 'કોંગ્રેસે ખેડૂતોની જમીન પચાવી પાડી, રોબર્ટ વાડ્રાની હાઈકોર્ટમાં પોલ ખુલી ગઈ'- ભાજપનો આરોપ

રાજસ્થાન- 'કોંગ્રેસે ખેડૂતોની જમીન પચાવી પાડી, રોબર્ટ વાડ્રાની હાઈકોર્ટમાં પોલ ખુલી ગઈ'- ભાજપનો આરોપ

ભાજપે રોબર્ટ વાડ્રાને આડે હાથ લીધા

ભાજપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને આડે હાથ લીધા છે. ખેડૂતોની જમીન પચાવી પાડવાથી લઈને જમીનની ખરીદીમાં છેતરપિંડી સુધીનો વાડ્રા પર આરોપ લગાવ્યા છે.

ભાજપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને આડે હાથ લીધા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં વાડ્રા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ખેડૂતોની જમીન પચાવી પાડવાથી લઈને જમીનની ખરીદીમાં છેતરપિંડી સુધીનો વાડ્રા પર આરોપ લગાવ્યા છે.

ગૌરવ ભાટિયાએ કહ્યું, "જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ખેડૂતોની જમીન હડપ કરવામાં આવી હતી. આ કટ્ટર પાપીઓનું કામ છે, દેશ જાણે છે કે બેઈમાન કોણ છે. રાજસ્થાન હાઈકોર્ટમાં રોબર્ટ વાડ્રાનો પર્દાફાશ થયો છે. કારણ કે ખેડૂતોની જમીનની નકલી ફાળવણી કોંગ્રેસ દરમિયાન થઈ હતી.

આ પણ વાંચોઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ દિલ્હીની હોસ્પિટલમાં પહોંચીને વ્યવસ્થાની સમીક્ષા કરી, કહ્યું- દરેક હોસ્પિટલને સફદરજંગની જેમ તૈયાર રહેવું

'રોબર્ટ વાડ્રાની પાર્ટનર તેમની માતા છે'


બીજેપી પ્રવક્તાએ કહ્યું, "હું કોર્ટનો પત્ર વાંચી રહ્યો છું... રોબર્ટ વાડ્રા અને તેની માતા આ કામમાં સામેલ હતા, આજે તેઓ સાબિતી આપી રહ્યા છે કે તમે પાપી પરિવાર છો અને તમે ખેડૂતોને હેરાન કરવાનું કામ કર્યું છે." ભાટિયાએ જણાવ્યું હતું કે આ કૌભાંડ 2008થી 2013 દરમિયાન કોંગ્રેસની સરકાર દરમિયાન 125 વીઘા સરકારી જમીનનું છે, પરંતુ આ સમગ્ર કૌભાંડ એક હજાર વીઘા જમીનનું છે.

'બનાવટી નામે જમીનની ફાળવણી'


બીજેપી પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે કે આ જમીન એવા લોકોને ફાળવવામાં આવી છે જે વાસ્તવિકમાં હયાત જ નથી. નત્થારામ અને હરિરામના નામે ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આ લોકો અસ્તિત્વમાં ન હોવાથી શોધખોળ કરવા છતાં મળી રહ્યા નથી. તેમને ખેડૂતોની જમીન આપવામાં આવી હતી. ગૌરવ ભાટિયાએ કહ્યું કે કોંગ્રેસે પોતાની સરકાર દરમિયાન હરિયાણામાં પણ જમીન કૌભાંડ કર્યું હતું અને ખેડૂતોની જમીન હડપ કરી હતી.

રોબર્ટ વાડ્રાને HCએ ઝટકો આપ્યો


તમને જણાવી દઈએ કે, રોબર્ટ વાડ્રાને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે, હાઈકોર્ટે તેની અને તેની માતા મૌરીન વાડ્રા સામે નોંધાયેલા મની લોન્ડરિંગ કેસને રદ કરવાની તેની અરજીને ફગાવી દીધી હતી. જોકે, હાઈકોર્ટે આ કેસના સંબંધમાં રોબર્ટ વાડ્રાને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું.


મની લોન્ડરિંગ કેસ


આ મામલો બીકાનેરમાં જમીનની ખરીદીના સંબંધમાં રોબર્ટ વાડ્રા સામે કથિત મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે. આ કેસની સુનાવણી બુધવારે (21 ડિસેમ્બર) કોર્ટમાં પૂર્ણ થઈ હતી. સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી સિવાય મહેશ નાગરે પણ EDની તપાસને સિંગલ બેંચમાં પડકારી છે. EDએ આ મામલે ECIR (એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ) નોંધ્યો હતો. તે દરમિયાન સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડના લાયેબિલિટી પાર્ટનર રોબર્ટ વાડ્રા, તેની માતા મૌરીન વાડ્રા અને ભાગીદાર મહેશ નાગરે રાજસ્થાન હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

કોર્ટે તેમને રાહત આપતા થર્ડ પાર્ટી વચગાળાનો આદેશ જારી કર્યો હતો. આ કારણે રોબર્ટ વાડ્રા, તેની માતા મૌરીન વાડ્રા અને મહેશ નાગરની ધરપકડ પર વચગાળાનો સ્ટે ચાલુ છે. EDએ અગાઉ ધરપકડ પરનો વચગાળાનો સ્ટે હટાવવા માટે કોર્ટ સમક્ષ અરજી રજૂ કરી હતી.
First published:

Tags: BJP Candidate, BJP Vs Congress, Robert vadra

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો