Home /News /national-international /કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર બબાલ યથાવત્, હવે વિવાદિત ટ્વિટ પર બીજેપીનો પ્રહાર

કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર બબાલ યથાવત્, હવે વિવાદિત ટ્વિટ પર બીજેપીનો પ્રહાર

બીજેપીએ કોંગ્રેસને સવાલ કર્યો કે શું આ પ્રકારની તસવીર પોસ્ટ કરીને તમે દેશમાં આગ લગાડવો માંગો છો? શું તમે હિંસા ઇચ્છો છો? (તસવીર - એનઆઈ)

Bharat Jodo Yatra - બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા નફરત ફેલાવી રહ્યા છે. આ ભારત જોડો નહીં પણ ભારત તોડો અને આગ લગાવો યાત્રા છે

    નવી દિલ્હી : કોંગ્રેસના (Congress)એક ટ્વિટ પર બીજેપી (BJP)અને કોંગ્રેસ આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસે પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં (RSS)પહેરાતી પેન્ટની તસવીર છે. જેમાં આગ લાગેલી છે અને લખ્યું છે કે દેશને નફરતને સાંકળથી મુક્ત કરવી અને ભાજપા-આરએસએસ દ્વારા કરાયેલા નુકસાનની ભરપાઇ કરવી. દરેક પગલે અમે પોતાના લક્ષ્ય સુધી પહોંચીશું. જવા માટે 145 દિવસ બાકી.

    કોંગ્રેસના આ ટ્વિટ પર બીજેપીએ તીખો પ્રહાર કર્યો છે. બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા (bharat jodo yatra)દ્વારા નફરત ફેલાવી રહ્યા છે. આ ભારત જોડો નહીં પણ ભારત તોડો અને આગ લગાવો યાત્રા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા જે પ્રકારે ટ્વિટ કરવામાં આવ્યું છે તે એક સ્પષ્ટ સંદેશ છે. તે તસવીર જેમાં સંઘના પેન્ટને આગ લગાવતા બતાવવામાં આવી છે, આ એક મેસેજ છે. સંબિત પાત્રાએ કહ્યું કે ષડયંત્ર દ્વારા કેરળના અરાજક તત્વોને એક મેસેજ આપવામાં આવ્યો છે કે કેરળમાં આરએસએસ અને બીજેપી કાર્યકર્તાઓની હત્યા થાય.

    બીજેપીએ કોંગ્રેસને સવાલ કર્યો કે શું આ પ્રકારની તસવીર પોસ્ટ કરીને તમે દેશમાં આગ લગાડવો માંગો છો? શું તમે હિંસા ઇચ્છો છો? (તસવીર - એનઆઈ)


    આ પણ વાંચો - ગુલામ નબી આઝાદે કહ્યું- આર્ટિકલ 370 ના હું પાછો લાવી શકું છું, ના કોંગ્રેસ, ના પવાર, ના મમતા બેનરજી



    બીજેપીએ કોંગ્રેસને સવાલ કર્યો કે શું આ પ્રકારની તસવીર પોસ્ટ કરીને તમે દેશમાં આગ લગાડવો માંગો છો? શું તમે હિંસા ઇચ્છો છો? શું તમે સંઘના કાર્યકર્તાઓની કેરલમાં વધારે હત્યાઓ ઇચ્છો છો? કોંગ્રેસે બીજેપીના નિવેદન પર કહ્યું કે જો બીજેપી આક્રમક થશે તો અમે તેના કરતા પણ વધારે આક્રમક બની શકીએ છીએ. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે બીજેપી કશું પણ કહે અમે દેશ જોડવા માટે યાત્રા કરી રહ્યા છીએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: BJP News, કોંગ્રેસ, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन