કોલકાત્તાઃ ગૃમંત્રી અમિત શાહે પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Elections) માટે ભારતીય જનતા પાર્ટીનું ઘોષણાપત્ર (BJP Manifesto) રજૂ કરી દીધો છે. આ અવસર ઉપર પશ્વિમ બંગાળના અધ્યક્ષ દિલીપ ઘોષ, કૈલાશ વિજયવર્ગીય, બાબુલ સુપ્રિયો, દિનેશ ત્રિવેદી સહિત અનેક ભાજપના નેતા હાજર રહ્યા હતા. ઘોષણા પત્ર રજૂ કર્યા પછી ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) કહ્યું હતું કે, ભાજપની સરકાર (BJP Government) બન્યા બાદ સરકારો સંકલ્પ પત્ર ઉપર ચાલવા લાગી છે. શાહે કહ્યું કે અમારા માટે આ સંકલ્પ પત્ર જ ખુબ જ મહત્વપૂર્ણ છે. આ સોનાર બાંગ્લાનું સંકલ્પ પત્ર છે.
અમિત શાહે કહ્યું કે સંકલ્પ પત્રમાં માત્ર જાહેરાતો જ નહીં પરંતુ એ સંકલ્પ છે દુનિયાના સૌથી મોટા દળનો, આ સંકલ્પ છે દેશમાં 16થી વધારે રાજ્યોમાં જેમની સરકાર છે તેનો, આ સંકલ્પ છે જેની સંપૂઅમ બહુમતીથી સતત બીજી વખત સરકાર બની છે. શાહે વધુમાં જણાવ્યુ હતું કે, ઘોષણા પત્રનો મૂળ ઉદ્દેશ્ય સોનાર બાંગ્લા છે. શદીઓ સુધી બંગાળમાં અનેક મોર્ચા ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. બંગાળ દરેક સેક્ટરમાં આગળ રહ્યું છે.
ભાજપે પોતાના ઘોષણા પત્રમાં મહિલાઓ ખેડૂતો, અનુસૂચિત જાતીઓ, જનજાતીઓ, માછીમારો માટે ખાસ વાયદાઓ કર્યા છે. આ સાથે જ પશ્વિમ બંગાળના ખેડૂતો માટે કિસાન સમ્માન નિધિની બાકીની રાશી આપવાનો વાયદો પણ ભાજપે પોાતના ઘોષણા પત્રમાં કર્યો છે.
બીજેપીએ ઘોષણાપત્ર રજૂ કરતા પહેલા રાજ્યમાં મોટુ અભિયાન ચલાવ્યું હતું અને લોકોની સલાહો મંગાવી હતી કે રાજ્યમાં કેવા પ્રકારનો બદલાવ લાવવા માંગે છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ખુદ આ અભિયાનની શરુઆત કરી હતી. જેના માટે આશરે બે કરોડથી વધારે લોકોને ફોન અને વેબસાઈટ થકી સુચનો અને સલાહો મંગાવી હતી. બીજેપીએ રાજ્યના લોકો પાસેથી મંગાવેલા સુચનો પછી જ ચૂંટણી ઘોષણાપત્ર તૈયાર કર્યુ છે.
" isDesktop="true" id="1081856" >
ઉલ્લેખનીય છે કે બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી થશે. પહેલા તબક્કાનું મતદાન 27 માર્ચે થશે. પશ્વિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી અને ટીએમસી વચ્ચે ભારે ટક્કર જોવા મળી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર