મહારાષ્ટ્રમાં ફરીથી બની શકે છે BJP-શિવસેનાની સરકાર, સુબ્રમણ્યમ સ્વામીની નવી ફૉર્મ્યૂલા

News18 Gujarati
Updated: December 12, 2019, 12:08 PM IST
મહારાષ્ટ્રમાં ફરીથી બની શકે છે BJP-શિવસેનાની સરકાર, સુબ્રમણ્યમ સ્વામીની નવી ફૉર્મ્યૂલા
સુબ્રમણ્યમ સ્વામી અને ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

શિવસેનાએ પોતાના હિન્દુત્વ વિચારધારાને પાછળ નથી છોડી : સુબ્રમણ્યમ સ્વામી

  • Share this:
નવી દિલ્હી : મહારાષ્ટ્ર (Maharashtra)માં હાલમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ ગઠબંધનની સરકાર છે. ભારે રાજકીય ઉથલપાથલ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અહીં સૌથી વધુ સીટ જીત્યા બાદ પણ બીજેપીની સરકાર ન બની શકી. દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)એ શપથ લીધાના 3 દિવસની અંદર જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું, પરંતુ હવે રાજ્યસભા (Rajya Sabha)માં બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ બીજેપીને સરકાર બનાવવાની નવી ફૉર્મ્યૂલા આપી છે.

શું છે સ્વામીની નવી ફૉર્મ્યૂલા?

બુધવાર રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું. બિલ પાસ થતાં જ વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ તેને ઐતિહાસિક પળ કરાર કરી. તેની કડીમાં સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતાં લખ્યું કે, એ સારી વાત છે કે શિવસેનાએ પોતાના હિન્દુત્વ વિચારધારાને પાછળ નથી છોડી. નાગરિકતા સંશોધન બિલની વિરુદ્ધ શિવસેનાએ વોટિંગ નથી કર્યું. આ સમય છે કે બીજેપી અને શિવસેના ફરીથી વાતચીત શરૂ કરે. તેઓ ઈચ્છે તો મુખ્યમંત્રીની પોસ્ટ અઢી વર્ષ માટે રાખી શકે છે.

આ પણ વાંચો, મોદી સરકારે 7 મહિનામાં પૂરા કર્યા 3 વાયદા, હવે સમાન નાગરિક સંહિતા બિલ લાવવાની તૈયારી

શિવસેનાની ક્યારે હા ક્યારેક ના

નોંધનીય છે કે, શિવસેનાએ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં વોટિંગ કર્યું હતું પરંતુ બુધવારે રાજ્યસભામાં શિવસેનાના સાંસદોએ વોટિંગના પહેલા જ વૉકઆઉટ કરી દીધું. આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં શિવસેના પર હુમલો કરતાં કહ્યુ હતું કે સત્તા માટે લોકો કેવા-કેવા રંગ બદલે છે. તેઓએ કહ્યુ કે લોકસભામાં શિવસેનાએ આ બિલનું સમર્થન કર્યું હતું, હું માત્ર એટલું જ જાણું છું કે મહારાષ્‍ટ્રની જનતા પણ જાણવા માંગે છે કે એક રાતમાં એવું શું થયું કે શિવસેનાએ પોતાનું સ્ટેન્ડ બદલી દીધું.

શિવસેના પર દબાણ

કહેવામાં આવી રહ્યું છે કે શિવસેનાએ કૉંગ્રેસના દબાણમાં આવીને પોતાનો નિર્ણય બદલ્યો, તેમ છતાંય શિવસેનાએ વોટિંગ ન કર્યું. તેમના આ નિર્ણય એ દર્શાવે છે કે નાગરિકતા સંશોધન બિલને લઈને તેઓ ઘણા અસમંજસમાં છે. ન તો તેમણે બિલનું સમર્થન કર્યું અને ન તો વિરોધ. એવામાં મહારાષ્ટ્રમાં તેમના ગઠબંધનની સરકાર પર અનેક પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો, નાગરિકતા સંશોધન બિલ સામે આસામમાં આક્રોશ, PM મોદીએ કહ્યુ- તમારા અધિકારોનું હનન નહીં થાય
First published: December 12, 2019, 11:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading