Home /News /national-international /પીએફઆઈના ષડયંત્રનો ભાંડો ફુટ્યો: રડાર પર હતા ભાજપ -આરએસએસના નેતાઓ

પીએફઆઈના ષડયંત્રનો ભાંડો ફુટ્યો: રડાર પર હતા ભાજપ -આરએસએસના નેતાઓ

PFIના મોટા ષડયંત્રનો ભાંડો ફુટ્યો

PFI Planning Busted: એટીએસના સૂત્રો પાસેથી મોટા સમાચાર આવ્યા છે, જેમાં જાણવા મળે છે કે, પીએફઆઈના ટાર્ગેટ પર ભાજપ અને આરએસએસના મોટા નેતા રડાર પર હતા. આ ઉપરાંત નાગપુર કાર્યલાય પણ પીએફઆઈના ટાર્ગેટ પર હતું.

    મુંબઈ: કેન્દ્રીય તપાસ એજન્સીએ હાલમાં જ પીએફઆઈની કમર તોડી નાખતા દેશમાં દરોડા પાડ્યા હતા, જેમાં 100 જેટલા નેતાઓની ધરપકડ થઈ ચુકી છે. હવે મહારાષ્ટ્ર એટીએસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પીએફઆઈની રડાર પર આરએસએસ અને ભાજપના કેટલાય મોટા નેતાઓ હતા. એટલું જ નહીં નાગપુરમાં આવેલા સંઘ મુખ્યાલય પણ પીએફઆઈના ટાર્ગેટ પર હતું.

    પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પીએફઆઈ દેશમાં આરએસએસ અને ભાજપના મોટા નેતાઓ પર હુમલો કરવા માગતું હતું. એટલા માટે પીએફઆઈના સભ્યોએ આરએસએસની દશેરાના દિવસે થનારી પથ સંચલનની જાણકારી એકઠી કરી હતી. છેલ્લા કેટલાય અઠવાડીયામાં કેન્દ્રીય તપાસ એજન્સી, સીઆરપીએફ અને રાજ્ય એટીએસે સમગ્ર દેશના 10 રાજ્યોમાં પીએફઆઈ સાથે જોડાયેલ લોકો પર દરોડા પાડીને સેંકડો લોકોની ધરપકડ કરી હતી.

    યુપીમાં ધર્માંતરણ


    આ બાજૂ ઉત્તર પ્રદેશમાં સુરક્ષા એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે, પીએફઆઈ રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરવા જઈ રહ્યું છે. તેમના સભ્યોની સંખ્યા વધારવા માટ એક ખાસ પ્લાન બનાવામાં આવી રહ્યો છે. એજન્સીઓના જણાવ્યા અનુસાર, પીએફઆઈ લોકોને ખુલ્લી ઓફર આપીને પૈસાના દમ પર હિન્દુ યુવતીઓને ધર્મ બદલવા કહી રહી છે. આ ઉપરાંત ધર્માંતરણ કરાવતા લોકોને રોજગાર, પૈસા અને મકાન બધું આપવામાં આવશે. તેની સાથે જ દુકાન ખોલી આપવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવશે.

    લખનઉ બારાબંકી બોર્ડર પર પ્રશિક્ષણ કેન્દ્ર


    સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પીએફઆઈના સભ્યો કાકોરી, લખનઉ, બારાબંકી સરહદ પર કુર્સી ગામમાં પ્રશિક્ષણ શિબિર લગાવી હતી. જ્યાં પર લોકોને લવ જિહાદ, ધર્માંતરણ કરવાની રીત વિશે જાણકારી આપવામાં આવતી હતી. સાથે જ આવું કરવા માટે સંસ્થા તરફથી ઈનામી યોજનાઓ વિશે પણ જણાવતા. લખનઉમાં તાજેતરમાં જ ધરપકડ થયેલ ઉમર ગૌતમ ધર્માંતરણ કરાવતો હતો. તે એસડીપીઆઈનો એક્ટિવ સભ્ય હોવાની સાથે સાથે હલ હરમ એકેડમીનો ઉપાધ્યક્ષ પણ હતો.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन