દક્ષિણ કોરિયાની રાજધાની શિયોલમાં શનિવારે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને પાકિસ્તાની સમર્થકોની નારેબાજીનો સામનો કરવો પડ્યો. ભારતીય જનતા પાર્ટી-આરએસએસના નેતાઓમાં સાઝિયા ઈલ્મી પણ સામેલ હતી. પાકિસ્તાની સમર્થક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત વિરોધી નારેબાજી કરી રહ્યા હતા.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, પાકિસ્તાની સમર્થક નેતાઓને જોઈ નારાબાજી શરૂ કરે છે. ત્યારબાદ શાઝિયા ઈલ્મી અને બીજા નેતા તેમની સાથે વાત કરવાની કોશિસ કરે છે, પરંતુ પાકિસ્તાની સમર્થકો નારેબાજી ચાલુ રાખે છે. ત્યારબાદ શાઝિયા ઈલ્મી એકલી જ ઈન્ડિયા જિંદાબાદના નારા લગાવવા લાગે છે, શાઝિયાને નારા લગાવતા જોઈ પાકિસ્તાન સમર્થકો હેરાન થઈ જાય છે. જોકે, શાઝિયા પાક સમર્થકો શાંત ન થવા છતાં પણ નારા લગાવતી રહી અને ત્યાંથી આગળ વધી જાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને રદ્દ કરી છે, ત્યારબાદ પાકિસ્તાન ખુબ ખરાબ રીતે પાકિસ્તાન રગવાયુ બન્યું છે, અને પૂરી દુનિયામાં તેના રોતડા રોઈ રહ્યું છે. જ્યારે દુનિયામાં પાકિસ્તાનને કોઈ દેશનો સાથ નથી મળી રહ્યો તો તે આ પ્રકારના પ્રપંચ રચવા પર ઉતરી પડ્યું છે.
#WATCH Seoul, South Korea: BJP and RSS leaders including Shazia Ilmi confront Pakistan supporters raising anti-Modi and anti-India slogans pic.twitter.com/z4zzC5VHSG