બે વર્ષમાં NDAએ 6 રાજ્યોમાં સત્તા ગુમાવી, દિલ્હીએ વધાર્યું બીજેપીનું ટેન્શન

News18 Gujarati
Updated: February 11, 2020, 8:51 PM IST
બે વર્ષમાં NDAએ 6 રાજ્યોમાં સત્તા ગુમાવી, દિલ્હીએ વધાર્યું બીજેપીનું ટેન્શન
બે વર્ષમાં એનડીએએ 6 રાજ્યોમાં સત્તા ગુમાવી, દિલ્હીએ વધાર્યું બીજેપીનું ટેન્શન

દેશની રાજધાની હોવાના નાતે દિલ્હીની હારની અસર વધારે મોટી છે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi assembly election 2020)માં આમ આદમી પાર્ટીની ધમાકેદાર જીત થઈ છે. આ પરિણામોએ બીજેપી(BJP)નું ટેન્શન વધારી દીધું છે. દેશની રાજધાનીની વિધાનસભામાં સત્તાની ચાવી બીજેપી પોતાની પાસે રાખવા માંગતી હતી પણ તેને સફળતા મળી નથી. 70 સીટો વાળી વિધાનસભા સીટમાં બીજેપી ડબલ ફિગર સુધી પણ પહોંચી શકી નથી. તે 3 થી વધીને 8 સીટો પર પહોંચી છે. લોકસભા ચૂંટણી -2019 પછી અત્યાર સુધી વિધાનસભા ચૂંટણીમાં ફક્ત હરિયાણામાં બીજેપી જેવી-તેવી રીતે જીતી છે. બાકી બધા રાજ્યો તેના હાથમાંથી નિકળી ગયા છે.

જો છેલ્લા બે વર્ષમાં નજર કરવામાં આવે તો બીજેપી અને એનડીએ હાથમાંથી છ રાજ્ય એક-એક કરીને નિકળી ગયા છે. લોકસભા પહેલા ચાર રાજ્યોમાં ચૂંટણી થઈ હતી. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમ. જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ બીજેપીના હાથમાંથી સરકી ગયા હતા. લોકસભા ચૂંટણીમાં અન્ય એક રાજ્યમાં એનડીએ બહાર થયું હતું. આંધ્ર પ્રદેશમાં બીજેપી તેલુગુ દેશમ સાથે સત્તામાં હતી પણ ચૂંટણી પહેલા ટીડીપીએ બીજેપીનો સાથ છોડી દીધો હતો. વિધાનસભામાં આંધ્ર પ્રદેશની સત્તામાંથી બીજેપીની સાથે ટીડીપી પણ બહાર થઈ ગઈ છે.

આ પણ વાંચો - ભવ્ય જીત પછી કેજરીવાલે કહ્યું - હનુમાનજીએ કૃપા વરસાવી, દિલ્હીવાસીઓ I Love You

લોકસભા ચૂંટણી પછી થયેલા મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં બીજેપીને હરિયાણામાં માંડ-માંડ જીત મળી હતી. મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને પણ તેને વિપક્ષમાં બેસવું પડ્યું છે. આ રીતે અન્ય એક રાજ્ય ગુમાવવા પડ્યું છે. આ પછી ઝારખંડમાં પણ ભાજપનો પરાજય થયો છે.

દિલ્હીમાં પણ ભાજપનો મોટો પરાજય થયો છે. દેશની રાજધાની હોવાના નાતે દિલ્હીની હારની અસર વધારે મોટી છે. બીજેપી આ વાતને સમજતી હતી જેથી આમ આદમી પાર્ટી મજબૂત હોવા છતા પોતાની બધાની તાકાત લગાવી દીધી હતી. જોકે આપે 62 સીટો જીતીને ફરી ધમાકેદાર જીત મેળવી છે. જો આપણે બે વર્ષ પહેલાની વાત કરીએ તો ડિસેમ્બર 2017માં ભાજપા અને તેના સહયોગી દળોની 19 રાજ્યોમાં સરકાર હતી.
First published: February 11, 2020, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading