Home /News /national-international /ભાજપે હિટલર સાથે કરી કેજરીવાલની સરખામણી, પ્રદૂષણ પર દિલ્હી સરકારનો કર્યો ઘેરાવ

ભાજપે હિટલર સાથે કરી કેજરીવાલની સરખામણી, પ્રદૂષણ પર દિલ્હી સરકારનો કર્યો ઘેરાવ

ભાજપે કેજરીવાલ પર કર્યા પ્રહાર (amit malviya twitter)

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરમાં આજે સતત ત્રીજા દિવસે વાયુ ગુણવત્તા ખરાબ સ્થિતિમાં બનેલી છે. ધુમાડો છવાયેલો છે.

    નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરમાં આજે સતત ત્રીજા દિવસે વાયુ ગુણવત્તા ખરાબ સ્થિતિમાં બનેલી છે. ધુમાડો છવાયેલો છે. જેના કારણે દ્રશ્યતા ઓછી થઈ છે. હવામાં PM2.5 લેવલ વધવાના કારણે આંખોમાં બળતરા, ગળામાં ખરાશ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો લોકો સામનો કરી રહ્યા છે.

    રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક સુધારવા માટે એક ઉપાય તરીકે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેનાથી થોડી રાહત મળશે તેવું અનુમાન લગાવી રહ્યા છે.



    આ પણ વાંચો: દિલ્હીવાસીઓ પ્રદૂષણથી જીવ બચાવવો હોય તો માસ્ક પહેરજો, કેમ કે કેજરીવાલ તો ચૂંટણીમાં વ્યસ્ત છે: મનસુખ માંડવિયા

    અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રદૂષણ રોકવા માટે 8 વર્ષોમાં શું કર્યું ?


    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ટ્વિટ કર્યું, દિલ્હીમાં ખતરનાક સ્તરને પાર કરી રહ્યું છે AQI! પ્રદૂષણ રાજનીતિ વિશે નથી. આ લોકો વિશે છે. અરવિંદ કેજરીવાલ ચૂંઠણી મંત્રી બનવાનું બંધ કરો અને અમને બતાવો કે દિલ્હીમાં પ્રદૂષણના આંતરિક કારણોને રોકવા માટે આપે છેલ્લા 8 વર્ષોમાં શું પગલા ભર્યા છે. સફળતા કેમ નથી મળતી.


    હિટલર સાથે કેજરીવાલની સરખામણી


    ભાજપના નેતા અમિત માલવીયાએ એક ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા શાસક છે, જેમણે પોતાના શહેરને ગેસ ચેમ્બર બનાવી દીધું છે. જ્યારે હિટલર પહેલા હતા. આપણે જે સમયમાં રહી રહ્યા છીએ, તે સમયની એક ગંભીર તસ્વીર દર્શાવે છે. હોલોકોસ્ટ માટે હીટલરને કિંમત ચુકવવી પડી હતી. પણ અરવિંદ કેજરીવાલ એક પ્રેસ કોન્ફ્રેન્સ કરીને પીછો છોડાવવા માગે છે. તેમને જવાબદાર બનાવાની જરુર છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Aarvind kejriwal, Delhi Pollution

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन