ઓડિસામાં બીજુ જનતા દળ (BJD) એકલા હાથે ચૂંટણી લડીશે

News18 Gujarati
Updated: March 12, 2019, 4:57 PM IST
ઓડિસામાં બીજુ જનતા દળ (BJD) એકલા હાથે ચૂંટણી લડીશે
નવીન પટનાયક

નવીન પટનાયકની ચૂંટણી પહેલા ગઠબંધન કરતી નથી અને ખાસ કરીને રાષ્ટ્રિય પક્ષો જેવા કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી તેઓ અંતર રાખે છે.

  • Share this:
ભુબનેશ્વર: બીજુ જનતા દળનાં પ્રમુખ અને ઓડિસાનાં મુખ્યમંત્રી નવીન પટનવાયકે આજે જણાવ્યુ કે, તેમનો પક્ષ કોઇની સાથે ગઠબંધન નહી કરે અને આગમી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે.

નવીન પટનાયકની ચૂંટણી પહેલા ગઠબંધન કરતી નથી અને ખાસ કરીને રાષ્ટ્રિય પક્ષો જેવા કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી તેઓ અંતર રાખે છે.

પત્રકારો સાથેની વાતચીતમાં નવીન પટનાયકે કહ્યું કે, અમે અમારી તાકાત પર ચૂંટણી લડીશું અને તેમના પક્ષનાં ગઠબંધન વિશેની તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો

ઓડિસામાં લોકસભા ચૂંટણી અને રાજ્યની વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાશે.

પક્ષનાં ઉમેદવારોની પસંદગી વિશે તેમણે જણાવ્યું કે, જે ઉમેદવારો જીતી શકે તેમ હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી સારુ પ્રદર્શન કરશે.

આ પહેલા સોમવારે નવીન પટનાયકે જણાવ્યુ હતુ કે, આગામી ચૂંટણીમાં ઉમદેવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં જ, ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે.બીજુ જનતા દળ એ પ્રાદેશિક પક્ષ છે અને ઓડિસામાં તેની પકડ મજબૂત છે. આગામી લોકસભા ચૂંટણીમાં ઓડિસાની તમામ 21 લોકસભા બેઠક પર ઉમેદવારો ઉભા રાખશે અને 147 વિધાનસભા બેઠક પર ઉમેદવારો ઉભા રાખશે.

2014ની ચૂંટણીમાં બીજુ જનતા દળ (BJD)એ રાજ્યની 21 બેઠકોમાંથી 20 બેઠકો જીતી હતી અને વિધાનસભા ચૂંટણીમાં 117 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને સતત ચોથી વખત રાજ્યની વિધાનસભા ચૂંટણી જીતી હતી.
First published: March 12, 2019, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading