પોતાના જ લગ્નમાં ના પહોંચ્યા ધારાસભ્ય, રાહ જોતી રહી દૂલ્હન, નોંધાવ્યો કેસ
રિપોર્ટ પ્રમાણે મહિલા અને ધારાસભ્ય વિજય શંકર દાસે 17 મે ના રોજ વિવાહ માટે કાર્યાલયમાં અરજી કરી હતી (ફાઇલ ફોટો)
BJD MLA Bijay Shankar Das - મહિલાનો દાવો છે કે તે ત્રણ વર્ષથી ધારાસભ્ય વિજય શંકર દાસ સાથે રિલેશનશિપમાં છે અને તેણે નક્કી કરેલી તારીખે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો
પારાદીપ : ઓડિશાના (odisha)બીજૂ જનતા દળના ધારાસભ્ય વિજય શંકર દાસ (bjd mla bijay shankar das)પોતાના જ લગ્નમાં ના આવવાના કારણે શનિવારે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ જાણકારી આપી છે. પોલીસના મતે તિરતોલના ધારાસભ્ય વિજય શંકર દાસ (bijay shankar das)સામે જગતસિંહપુર સદર સ્ટેશનમાં એક મહિલાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાએ ધારાસભ્ય પર આરોપ લગાવ્યો છે કે વાયદો કર્યો હોવા છતા તે શુક્રવારે રજીસ્ટ્રાર ઓફ મેરેજ ઓફિસમાં આવ્યા ન હતા. જગતસિંહપુર સદર થાનાના પ્રભારી નિરીક્ષક પ્રવાસ સાહૂના મતે આરોપી ધારાસભ્ય સામે ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
રાહ જોતી રહી દૂલ્હન
રિપોર્ટ પ્રમાણે મહિલા અને ધારાસભ્ય વિજય શંકર દાસે 17 મે ના રોજ વિવાહ માટે કાર્યાલયમાં અરજી કરી હતી. મહિલા પોતાના પરિવાર સાથે 30 દિવસોના નિર્ધારિત સમય પછી શુક્રવારે લગ્નની ઔપચારિકતા માટે ત્યાં પહોંચી હતી. જોકે ધારાસભ્ય વિજય શંકર દાસ પહોંચ્યા ન હતા.
ધારાસભ્યે કહ્યું કે તેણે મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી નથી અને તે 60 દિવસોની અંદર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. લગ્નના રજીસ્ટ્રેશન માટે હજુ 60 દિવસ બાકી છે. જેથી હું આવ્યો ન હતો. મને તેણે કે કોઇ બીજાએ લગ્ન માટે કાર્યાલય આવવા માટે જાણ કરી ન હતી.
ત્રણ વર્ષથી છે લવ અફેર
મહિલાનો દાવો છે કે તે ત્રણ વર્ષથી દાસ સાથે રિલેશનશિપમાં છે અને તેણે નક્કી કરેલી તારીખે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે દુર્ભાગ્યથી તેના ભાઈ અને પરિવારના અન્ય સભ્યો મને ધમકી આપી રહ્યા છે. તેણે પોતાનો વાયદો નિભાવ્યો નથી અને તે મારા ફોન કોલનો જવાબ આપી રહ્યો નથી.
29 વર્ષના ધારાસભ્ય વિજય શંકર દાસે 2020માં પેટા ચૂંટણીમાં જીત મેળવી હતી. રાજનીતિમાં આવ્યા પહેલા તે સામાજિક કાર્યકર્તા હતા. માયનેતા ડોટકોમ પ્રમાણે તેમણે 2017માં મુંબઈથી મિકેનિકલ એન્જીનિયરિંગમાં ડિગ્રી લીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર