Home /News /national-international /ચૂંટણી વાયદા : મુસ્લિમોને બકરો, અડધી કિંમતે દારૂ અને મહિલાને સોનું મળશે!

ચૂંટણી વાયદા : મુસ્લિમોને બકરો, અડધી કિંમતે દારૂ અને મહિલાને સોનું મળશે!

    લોકસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટી અને નેતા પુરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. એટલું જ નહીં તેઓ મતદાતાઓને મનાવવા માટે વિવિધ વાયદાઓ કરી રહ્યાં છે. દેશમાં એક પાર્ટીના નેતાઓ એવા એવા વાયદા કર્યા કે તમે જાણીને ચોંકી જશો. આ પાર્ટીએ મુસ્લિમોને બકરો ફ્રી આપવાની વાત કરી, તો દારૂની કિંમત અડધી કરી દેવાની વાત કરી. એનાથી પણ વધારે દરેક મહિલાને સોનું આપવાનો સુધીનો વાયદો કરી દીધો.

    ઉત્તર પૂર્વ દિલ્હીની સીટ પર સાંઝી વિરાસત પાર્ટીના ઉમ્મેદવાર અમિત શર્મા પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન અનોખા વાયદા કરી રહ્યાં છે. સાંઝી વિરાસત પાર્ટીનું ચૂંટણી નિશાન સફરજન છે અને પાર્ટીનો દાવો છે કે દેશના મોટા ભાગમાં તેમના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ ઓછા મત મળ્યાં તો કામ નહીં મળે, મોદીએ કેમેરા લગાડ્યા છે: MLA

    અમિત શર્માએ પોતાના ચૂંટણી પોસ્ટરમાં એવા મુદ્દા સામે રાખ્યા જે સાંઝી વિરાસત પાર્ટી જનતાથી કરી રહી છે. પાર્ટીએ આ ઓફરને વાયદાની જગ્યાએ મુદ્દો કહ્યો છે. પાર્ટીનું કહેવું છે કે ઇદ પર દરેક મુસ્લિમ પરિવારને બકરો ફ્રીમાં મળશે. દરેક મહિલાને સોનું ફ્રી આપવામાં આવશે અને દારૂની કિંમત અડધી કરી દેવામાં આવશે.

    એટલું જ નહીં, સાંઝી વિરાસત પાર્ટીનો મુદ્દો છે કે વિદ્યાર્થીની પીએચડી સુધીની ફી માફ કરશે. વિદ્યાર્થી માટે મેટ્રો અને બસમાં મુસાફરી ફ્રી હશે. પ્રાઇવેટ સ્કૂલોમાં પણ ફ્રીમાં શિક્ષા હશે. સાંઝી વિરાસત પાર્ટી રાશન પણ ફ્રીમાં આપશે. BSES અને DTCના અસ્થાયી કર્મચારીને કાયમી કરાશે. હાઉસ ટેક્સ/પાર્કિંગ ટેક્સ દૂર કરાશે, દીકરીના જન્મ પર 50 હજાર રૂપિયા આપવામાં આવશે અને યુવતીના લગ્ન પર અઢી લાખ રૂપિયા મળશે.

    લોકોને 10 રૂપિયામાં 4 રોટી-દાળ અથવા દાળ-ભાત મળશે. બેરોજગારોને 10 હજાર પ્રતિ મહિના મળશે. વૃદ્ધ/અપંગ/વિધવાઓને પાંચ હજાર પેન્શન આપવામાં આવશે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં 10 લાખ સુધીની સારવાર ફ્રી કરવામાં આવશે. સ્મશાન માટે 25 વિઘા જમીન આપવામાં આવશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Bizarre, Political Party, દિલ્હી

    विज्ञापन
    विज्ञापन