Home /News /national-international /માત્ર 10 રૂપિયામાં ચિકન બિરયાની, એક વખત ચાખશો તો કાયમ અહીં આવશો

માત્ર 10 રૂપિયામાં ચિકન બિરયાની, એક વખત ચાખશો તો કાયમ અહીં આવશો

નેશનલ હાઈવે નં.117 પર આ બિરયાની અન્નાપૂર્ણા રેસ્ટોરન્ટ, માધવપુર, ડાયમંડ હાર્બર પર ઉપલબ્ધ છે.

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે તમને 10 રૂપિયામાં ચિકન બિરયાની મળી શકે. કદાચ તમારો જવાબ આ વાત માટે ના જ હશે પરંતુ પશ્ચિમ બંગાળના શ્રીનગર હાબરમાં આ વાસ્તવિકતા છે. 10 રૂપિયામાં ઉપલબ્ધ આ બિરયાનીને ખાવા માટે તમામ ઉંમરના લોકો અહીં લાઈન લગાવી રહ્યાં છે.

વધુ જુઓ ...
    શ્રીનગરહાબરાઃ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે તમને 10 રૂપિયામાં ચિકન બિરયાની મળી શકે. કદાચ તમારો જવાબ આ વાત માટે ના જ હશે પરંતુ પશ્ચિમ બંગાળના શ્રીનગર હાબરમાં આ વાસ્તવિકતા છે. 10 રૂપિયામાં ઉપલબ્ધ આ બિરયાનીને ખાવા માટે તમામ ઉંમરના લોકો અહીં લાઈન લગાવી રહ્યાં છે. શરૂઆતના દિવસમાં આ અંગે ટ્રાયલ કરવામાં આવી હતી. જોકે હાલ એવી સ્થિતિ આવી છે કે દુકાનદારે બે ડેક બિરયાની બનાવવી પડી છે. અગાઉ એવું કહેવાતુ કે લોકો ડાયમંડ હાર્બરમાં 50 રૂપિયામાં મળતી બિરયાનીની મજા માણવા માટે દૂરદૂરથી આવે છે. જોકે હવે આજ સ્થળે નજીવી કિંમતે મળતી બિરયાનીનો આનંદ લેવા લોકો દૂરદૂરથી આવશે.

    લન્ચ બ્રેકમાં છોકરાઓ અહીં મોટી સંખ્યામાં આવે છે

    નેશનલ હાઈવે નં.117 પર આ બિરયાની અન્નાપૂર્ણા રેસ્ટોરન્ટ, માધવપુર, ડાયમંડ હાર્બર પર ઉપલબ્ધ છે. રોજ અહીં મોટા પ્રમાણમાં લોકો બિરયાનીની મજા માણવા માટે આવે છે. જોકે હવે અહીં ચિકન બિરયાની પણ હાબરામાં 10 રૂપિયાની કિંમત મળી રહી છે. અન્ય બિરયાની જેમ જ આ દુકાનમાં પણ દરેક પ્લેટમાં ભાત અને ચિકનનો એક ટુકડો મુકવામાં આવે છે. આ બિરયાનીની મજા માળવા માટે બપોરથી જ સ્કુલના છોકરાઓ અહીં મોટી સંખ્યામાં આવે છે. વિદ્યાર્થીઓ સિવાય પણ અહીં વિવિધ ઉંમરના લોકો મોટી સંખ્યામાં આવે છે.

    અન્ય બિરયાની જેમ જ આ દુકાનમાં પણ દરેક પ્લેટમાં ભાત અને ચિકનનો એક ટુકડો મુકવામાં આવે છે.
    અન્ય બિરયાની જેમ જ આ દુકાનમાં પણ દરેક પ્લેટમાં ભાત અને ચિકનનો એક ટુકડો મુકવામાં આવે છે.


    સ્થાનિકો સાંજે આ બિરયાનીને પાર્સલ કરાવીને ઘરે લઈ જાય છે

    ઘણા લોકો 10 રૂપિયામાં મળતી આ બિરયાનીને તેમના સવારના ભોજન કે પછી સાંજના નાસ્તા તરીકે આરોગે છે. આ બિરયાની ખૂબ જ સ્વાદિષ્ટ હોવાનો આ બિરયાની ખાનારનો દાવો છે. આ વિસ્તારમાં સ્કુલ હોવાના કારણે દુકાનદારે માત્ર 10 રૂપિયામાં આ બિરયાની વેચવાનું શરૂ કર્યું. જેથી કરીને ઓછા ખર્ચે સ્કુલમાં ભણતા બાળકો પોતાનું પેટ ભરી શકે. અગાઉ ખૂબ જ ઓછી બિરયાની બનાવવી પડતી હતી. જોકે નવા વર્ષની શરૂઆત પછી જ્યારથી 10 રૂપિયામાં બિરયાનીની વાત લોકોના મોઢે વહેતી થઈ છે ત્યારથી બે ડેક બિરયાની રોજ બનાવવી પડે છે. ચિકન બિરયાનીની કિંમત 10 રૂપિયા છે, જ્યારે મટન બિરયાનીની કિંમત 50 રૂપિયા છે.

    બિરયાનીની ક્વોલિટીમાં કોઈ જ ફેરફાર નહિ

    અહીં છોકરાઓ મોટા પ્રમાણમાં બિરયાની ખાવ આવતા હોવાથી બિરયાની કાકુ(કાકા) તેમની બિરયાનીની ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માંગતા નથી. બપોરના લન્ચના સમયે પણ અહીં લોકો મોટા પ્રમાણમાં બિરયાની ખાવા આવે છે. જ્યારે સાંજના સમયે આજુબાજુમાં રહેતા લોકો અહીં આવીને બિરયાનીને પાર્સલ કરીને ઘરે લઈ જાય છે. થોડા જ સમયમાં બિરયાની કાકુ(કાકા)એ હાબરના લોકોનું દિલ જીતી લીધું છે.

    આ પણ વાંચોઃ બિરયાનીનો ઓર્ડર થોડો મોડો આવ્યો એમાં તો વેઇટરને બોચી પકડીને ઝાલ્યો અને ઢોર માર્યો, જુઓ VIDEO
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: 1000 years old chicken egg, Biryani, Chicken

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन