નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) હજુ ગયો નથી અને બર્ડ ફ્લૂ (Bird Flu) ફેલાઈ રહ્યો છે. દેશમાં હવે 9 રાજ્યમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ગઈ છે. તાજેતરમાં દિલ્હી (New Delhi)માં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. થોડા દિવસ પહેલા 8 બતકના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં હવે દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ગઈ છે. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને કેરળમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવી ચુક્યા છે. બર્ડ ફ્લૂના ફેલાઈ રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને સંસદીય સમિતીએ આજે (સોમવારે) બેઠક બોલાવી છે.
બર્ડ ફ્લૂ અંગે અત્યારસુધીના 10 અપડેટ્સ:
>> મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ગઈ છે. આઈસીએઆર-એનઆઈએચએસએડીના પરિક્ષણ રિપોર્ટમાં તેની પુષ્ટિ થઈ છે. મુંબઈના થાણે, પરભણી બીડ અને રત્નાગીરીમાં બર્ડ ફ્લૂને કારણે પક્ષીઓનાં મોત થયા છે. પશુપાલન સચિવ અનૂપ કુમારનું કહેવું છે કે કલેક્ટરોને સતર્ક રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.
>> દિલ્હીમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. એનિમલ હસ્બન્ડરી વિભાગ પ્રમાણે જલંધર મોકલવામાં આવેલા આઠ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. દિલ્હીમાં છેલ્લા થોડા દિવસોથી પક્ષીઓનાં મોત થઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં 97 કાગડા અને 27 બતકનાં મોત થયા છે.
>> ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂની શરૂઆત કાનપુરથી થઈ હતી, અહીં પક્ષીઘરમાં મૃત પામેલા ચાર પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં પક્ષીઘરને સીલ કરી દેવામાં આવ્યું છે. કાનપુર પક્ષીઘરમાં બે દિવસમાં 10 પક્ષીનાં મોત થયા છે. હવે તે વાડામાં તમામ પક્ષીઓને મારવાનો આદેશ કરવામાં આવ્યો છે. તંત્રએ આ આખા વિસ્તારને રેડ ઝોન જાહેર કરી દીધો છે. અહીં કોઈના આવવા-જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રાજકોટ: 'તેરી ગલિયો મેં ના રખેંગે કદમ, આજ કે બાદ,' પ્રેમીએ પ્રેમિકાની સામે ઝેરી દવા ગટગટાવી
>> હરિયાણામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થવાના એક દિવસ પહેલા જ પંચકૂલાના બરવાળા ક્ષેત્રમાં પક્ષીઓને મારવાની શરૂઆત કરી દેવામાં આવી છે. બરવાળા એશિયાનું બીજું સૌથી મોટું પોલ્ટ્રી ઉત્પાદક છે. પશુપાલન વિભાગે કુલ 1.60 લાખમાંથી બે પોલ્ટ્રી ફાર્મમાં 3,700 પક્ષીઓને મારી નાખ્યા છે. આ વિસ્તારમાં અત્યારસુધી 4.4 લાખથી વધારે પોલ્ટ્રી પક્ષીઓનાં મોત થઈ ચૂક્યા છે.
>> કેરળમાં બર્ડ ફ્લૂને લઈને ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. કેરળમાં આ વાયરસ અલાપુઝા અને કોટ્ટાયમમાં મળ્યો છે. અહીં અમુક શહેરમાં ચિકન અને ઇંડા શૉપ બંધ કરવાનો આદેશ કરી દેવાયો છે. સાથે જ લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: હે રામ! અમદાવાદમાં તસ્કરો ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહીની ચોરી ગયા
>> ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ગઈ છે. જૂનાગઢ પશુપાલન વિભાગના એસ.એન.વઘાસિયાએ જણાવ્યું કે, ગત નવ દિવસમાં સોમનાથના ચીખલી ગામમાં 18 મરઘી મૃત મળી આવી હતી. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં કગડાના મોતના સમાચાર છે.
>> રાજસ્થાનના અધિકારીઓનું કહેવું છે કે રાજ્યમાં રવિવારે 428 પક્ષીનાં મોત થયા છે. આ રોગથી અત્યારસુધી કુલ 2,950 પક્ષીના મોત થયા છે.
>> મધ્ય પ્રદેશના 13 જિલ્લામાં કાગડાઓ બર્ડ ફ્લૂથી સંક્રમિત મળી આવ્યા છે. મધ્ય પ્રદશના જનસંપર્ક વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, "રાજ્યમાં અત્યાર સુધી 13 જિલ્લા- ઇન્દોર, મંદસોર, આગર માલવા, નીમચ, દેવાસ, ઉજ્જૈન, ખંડવા, ખરગૌન, ગુના, શિવપુરી, રાજગઢ, શાઝાપુર અને વિદિશામાં કાગડાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે."
આ પણ જુઓ- પીઝા ડિલિવરી બોયની 'ગંદી' હરકત
>> કેન્દ્ર સરકારે પક્ષીઘરોના અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ પર્યાવરણ મંત્રાલય હેઠળ આવતા મધ્યસ્થ ઝૂ ઓથોરિટીને દૈનિક રિપોર્ટ મોકલે. આવું ત્યાં સુધી કરવાનું રહેશે જ્યાં સુધી આખા વિસ્તારને રોગમુક્ત જાહેર ન કરી દેવામાં આવે.
>> હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં રવિવારે પોંગ વાંઘ વન્યજીવ અભ્યારણ્યમાં 215 પ્રવાસી પક્ષી મૃત મળી આવ્યા છે. જે બાદમાં શંકાસ્પદ બર્ડ ફ્લૂથી મરનાર પક્ષીઓની સંખ્યા વધીને 4,235 થઈ ગઈ છે. સોલન જિલ્લામાં પણ સતત ચોથા દિવસે મોટી સંખ્યામાં મૃત મરઘા ચંદીગઢ-શિમલા ધોરીમાર્ગના કિનારે ફેંકેલા મળી આવ્યા છે.