જયપુરઃ રાજસ્થાનના (rajasthan) ઝાલાવાડ (jhalawad) જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હજારો કાગડાઓના (Crows) મોત થતાં પ્રદેશમાં હડકંપ મચી ગયો છે. આ બર્ડફ્લૂએ (Bird flu) રાજધાની જયપુરમાં (jaipur) પોતાનો પગપેસારો થઈ રહ્યો છે. રવિવારે શહેરના પર્યટન સ્થળ જયપુર આમેર રોડ ઉપર સ્થિત મહલની પાલ ઉપર 8 કાગડાઓના મોતનો મામલો સામે આવ્યો છે.
આખા પ્રદેશમાં એલર્ટ જાહેર
મામલાની ગંભીરતાથી લેતા સરકારે આખા પ્રદેશમાં એલર્ટ જાહેર કર્યું હતું. જેના માટે જિલ્લાની પોલ્ટ્રી ફાર્મમાં પ્રશાસનિક ટીમ મોકલીને બીમાર અને મૃત પક્ષિઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
સરકારે આ માટે એક ટીમની રચના કરી છે
પ્રદેશમાં બર્ડફ્લૂ ફેલાવવાની આશંકા વચ્ચે રવિવારે પ્રમુખ સચિવ કુંજીલાલ મીણા અને સચિન આરુષિ મલિકે મીડિયા સાથે વાતચીત કરી હતી. જ્યાં તેમણએ કહ્યું હતું કે કાગડાઓના મોતનો મામલો સતત દેખરેખ હેઠળ છે. પસુપાલન વિભાગના ડોક્ટરોની સલાહ લેવામાં આવી રહી છે. આ માટે અમે એક રાજ્ય સ્થરિય ટીમની રચના કરી છે. અને રિસર્ચ કરવામાં આવી રહી છે કે આ બર્ડ ફ્લૂને કેવી રીતે કંટ્રોલ કરી શકાય.
આ પણ વાંચોઃ-
પક્ષિઓથી મનુષ્યમાં પણ ફેલાઈ શકે છે આ ફ્લૂ
આ મામલે બે દિવસ પહેલા ઝાલાવાડ ડેપ્યુટી સીએમઓ ડો. મુકેશ બંસલે જણાવ્યું હતું કે, બર્ડ ફ્લૂ પક્ષીઓથી મનુષ્યમાં પણ ફેલાઈ શકે છે. એટલા માટે લોકોને સાવધાન રહેવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે આ સામાન્ય ફ્લૂની જેમ વાયરલ ઇન્ફેક્શન છે.
પરંતુ ઠંડીના દિવોસમાં આ વધારે ઘાતક થઈ જાય છે. આસપાસના વિસ્તારોાં કોટાથી આવેલી ટીમ પક્ષીઓ અને મરઘીઓમાં આ બીમારી ફેલવા અંગે સર્વે એકઠાં કરી રહી છે.
ફફડીને દમ તોડી રહ્યા છે કાગડા
આસપાસના લોકોનું કહેવું છે કે કાગડાઓમાં એક અલગ પ્રકારની બીમારી જોવા મળી છે. પહેલા તેઓ ફફડે છે અને પછી તેમના મોત થાય છે. એવું લાગે છે કે કોઈ ખતરનાક વાયરસની ચપેટમાં આવી ગયા છે.