મંગળવારે બીરભૂમમાં કેટલાય ઘરો સળગાવી દેવાયા હતા, જેમાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા. (ફોટો સૌજન્ય સોશિયલ મીડિયા)
Birbhum violence update: બીરભૂમ જિલ્લાના રામપુરહાટ વિસ્તારના બગતુઈ ગામમાં મંગળવારે બનેલી ઘટના બાદથી અનારુલ હુસૈનનું નામ ચર્ચામાં છે. ત્યારથી પીડિત પરિવારો અનારુલનું નામ લઈ રહ્યા હતા.
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની પોલીસે બે બાળકો સહિત આઠ લોકોને કથિત રીતે સળગાવવાના કેસ (Birbhum violence)માં ધરપકડ કરી છે. આ નેતાનું નામ અનારુલ હુસૈન (Anarul Hossain) છે. તેઓ રામપુરહાટ-1, બીરભૂમમાં ટીએમસીના બ્લોક પ્રમુખ (Block president) છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ પોતે અનારુલની ધરપકડના આદેશ આપ્યા હતા. ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે બીરભૂમ ગયેલી મમતાએ અનારુલને પોતાને આત્મસમર્પણ કરવા કહ્યું હતું અથવા પોલીસ તેની ધરપકડ કરશે. આના થોડા જ કલાકોમાં પોલીસે તારાપીઠમાંથી અનારુલની ધરપકડ કરી અને તેને જેલના સળિયા પાછળ મોકલી દીધો છે.
મમતાએ ધરપકડના આદેશ આપ્યા હતા
બીરભૂમ જિલ્લાના રામપુરહાટ વિસ્તારના બગતુઈ ગામમાં મંગળવારે બનેલી ઘટના બાદથી અનારુલ હુસૈનનું નામ ચર્ચામાં છે. ત્યારથી પીડિત પરિવારો અનારુલનું નામ લઈ રહ્યા હતા. ગુરુવારે જ્યારે સીએમ મમતા બેનર્જી ઘટનાસ્થળની મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે પીડિતોએ તેમને અનારુલ વિશે પણ જણાવ્યું હતું. આ પછી મમતાએ અનારુલની ધરપકડ માટે પોલીસને સૂચના આપી હતી. મમતા બેનર્જીએ આ દરમિયાન સ્થાનિક પોલીસને પણ ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો પોલીસે તાત્કાલિક પગલાં લીધા હોત તો કદાચ આ ઘટના બની ન હોત. પોલીસે તેમની જવાબદારી નિભાવી નથી. આ માટે તેમણે રામપુરહાટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ત્રિદીપ પ્રામાણિકને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
અનારુલ હુસૈન અગાઉ કોંગ્રેસમાં હતા. જ્યારે તૃણમૂલ કોંગ્રેસની રચના થઈ ત્યારે તેઓ તેમાં જોડાયા હતા. અનારુલને રાજ્ય વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને બીરભૂમના ધારાસભ્ય આશિષ બેનર્જીના નજીકના માનવામાં આવે છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા તેમને બ્લોક પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. બગતુઈ ગામ તેની નીચે આવે છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, પીડિતોએ મમતાને કહ્યું છે કે તૃણમૂલના પંચાયત-સ્તરના નેતા ભાદુ શેખની કથિત હત્યા પછી જ્યારે લોકો બગતુઈ ગામમાં ધસી આવ્યા ત્યારે તેમણે અનારુલ હુસૈનનો વારંવાર ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે જવાબ આપ્યો ન હતો કે મદદ માટે પોલીસને પણ મોકલી ન હતી. હવે પોલીસ તપાસ કરશે કે અનારુલે આવું કેમ કર્યું.
આ દરમિયાન સ્થળની ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે બગતુઈ ગામમાં ઘરોને આગ લગાડતા પહેલા લોકોને ખૂબ માર મારવામાં આવ્યો હતો. આગના કારણે બે બાળકો સહિત આઠ લોકો દાઝી ગયા હતા. ઘટના બાદ સ્થળ પર પાણી નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા હાઈકોર્ટ પણ આ મામલાની નોંધ લઈ તેની સુનાવણી કરી રહી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર