ઉદ્યોગો નાંખવા કરતા ગાય પાળો અને પૈસા કમાવ: ત્રિપુરા CM

પ્રતિકાત્મક તસવીર

ત્રિપુરાનાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેઓ પોતે પોતાના ઘરે ગાય રાખશે અને લોકો માટે દાખલારૂપ બનશે.

 • Share this:
  ત્રિપુરાનાં મુખ્યમંત્રી અને ભાજપનાં નેતા બિપ્લબ દેબે કહ્યું કે, ઉદ્યોગો સ્થાપવા માટે કરોડો રૂપિયાનું મૂડીકોરણ જોઇએ અને આમ કર્યા પછી પણ થોડા લોકોને જ રોજગારી મળે છે પણ જો ગાય પાળીએ તો ઓછા ખર્ચે તાત્કાલિક આવક થાય છે.
  બિપ્લબ દેબ વિચિત્ર નિવેદનો આપવા માટે ખ્યાતનામ બન્યા છે. તેમણે કહ્યું કે, તેમની સરકારી ગાયો માટેની વિશેષ યોજના લોન્ચ કરી રહી છે. આ યોજના અંતર્ગત 5000 પરિવારોને ગાયો આપવામાં આવશે અને આ પરિવારમાં આગામી છ મહિનામાં જ પૈસા કમાતા થઇ જશે. વળી, લોકો ગાયો પાળશે એટલે તેમના બાળકોમાં કુપોષણ પણ દૂર થશે.

  તેમણે વધુમાં જણાવ્યું કે, “હું ઉદ્યોગો સ્થાપવાના વિરોધમાં નથી પણ મોટા ઉદ્યોગો સ્થાપવામાં 10,000 કરોડનું રોકણ કરો ત્યારે 2000 માણસોને રોજગારી મળે છે. પણ હું જો 10,000 ગાયો પાંચ હજાર પરિવારોને આપુ તો આ પરિવારો છ મહિનામાં જ કમાતા થઇ જશે”.

  ત્રિપુરાનાં મુખ્યમંત્રીએ કંઇ આ પહેલી વખત આવું નિવેદન આપ્યું નથી. આ પહેલા પણ તેમણે નોકરીઓ પેદા કરવા માટે આ પ્રકારનાં નિવદેનો આપ્યાં છે.
  ઓગષ્ટ મહિનામાં તેમણે ત્રિપુરાનાં યુવાનોને કહ્યું હતું કે, તેઓ નોકરીઓ માટે રાજકીય પક્ષો પાછળ દોડી નહીં. યુવાનોએ પાનની દુકાનો નાંખવી જોઇએ. તેમને રોજગારી મળશે અને કમાતા થશે.”

  તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારી નોકરી પાછળ શા માટે દોડો છો ? ગાય પાળો અને દશ વર્ષમાં 10 લાખ રૂપિયા કમાવ’.

  ત્રિપુરાનાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેઓ પોતે પોતાના ઘરે ગાય રાખશે અને લોકો માટે દાખલારૂપ બનશે.
  Published by:Vijaysinh Parmar
  First published: