Home /News /national-international /

CDS Bipin rawat helicopter crash: સીડીએસ બિપિન રાવતના પડોશી અને સિનિયર જનરલ પ્રસાદે પોતાના સાથીને કઈ રીતે યાદ કર્યા?

CDS Bipin rawat helicopter crash: સીડીએસ બિપિન રાવતના પડોશી અને સિનિયર જનરલ પ્રસાદે પોતાના સાથીને કઈ રીતે યાદ કર્યા?

સીડીએસ બિપિન રાવત સાથે લેફ્ટનન્ટ જનરલ BNBM પ્રસાદ

Lt General Prasad on CDS Bipin Rawat: સીડીએસ બિપિન રાવતનું બુધવારે હેલિકોપ્ટર ક્રેશ (helicopter crash)માં નિધન થયું છે. તેમના પડોશી અને સિનિયર લેફ્ટનન્ટ જનરલ BNBM પ્રસાદે પણ સીડીએસ બિપિન રાવત સાથેની યાદો વાગોળી છે.

  CDS Bipin rawat helicopter crash: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (CDS Bipin Rawat) તેમજ સેનાના વરિષ્ઠ અધિકારીઓને લઈને જતું હેલિકોપ્ટર IAF Mi-17 V5 તામિલનાડુના કુન્નૂર (Coonoor) ખાતે ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની તેમજ 11 અધિકારીઓનું મૃત્યુ થયું છે. વડાપ્રધાન મોદી, સંરક્ષણ મંત્રી સહિત આખા દેશે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તો સીડીએસ બિપિન રાવતના પડોશી અને તેમના સિનિયર લેફ્ટનન્ટ જનરલ BNBM પ્રસાદે પણ સીડીએસ બિપિન રાવત સાથેની યાદો વાગોળી છે.

  જનરલ પ્રસાદ કહે છે, ‘નિયતિની પોતાની રીત હોય છે અને સૈનિકને લડાઈમાં મરવું ગમે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત સહિત યુનિફોર્મ પહેરેલા દરેક માટે આ વાત સાચી છે, આમાં કોઈ અપવાદને સ્થાન નથી. આવા મૃત્યુમાં વ્યક્તિને મોક્ષ મળે છે. દેશ માટે આવા પ્રતિભાશાળી અને દ્રષ્ટાંતરૂપ સૈનિકને ગુમાવવા એ અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે, જેમણે 4 દાયકાથી વધુની કારકિર્દીમાં ભારતીય મિલિટરી એકેડેમી (IMA) તરફથી ‘સ્વોર્ડ ઓફ ઓનર’થી માંડીને પ્રથમ સીડીએસ બનવા સુધીના દરેક સ્તરે પોતાને અલગ પાડ્યા.’

  ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ જવાના માર્ગ ઉપર ગોરખા રેજિમેન્ટના આ ફોર સ્ટાર જનરલ રાવતનું મૃત્યુ થયું. સંયોગની વાત છે કે, આ જ કોલેજના ઇન્ચાર્જ એક સમયે ફિલ્ડ માર્શલ માણકેશા (Field Marshal Maneksahw) રહી ચૂક્યા છે. ભારતીય સેનાના પ્રથમ ફિલ્ડ માર્શલ એવા સુપ્રસિદ્ધ માણકેશાહની જેમ જનરલ રાવત પણ પ્રથમ CDS બન્યા. જનરલ પ્રસાદે કહ્યું કે, બંને રાષ્ટ્રીય નાયક હતા અને બંને એક જ મિલિટરી હોસ્પિટલ વેલિંગ્ટનમાં મૃત્યુ પામ્યા હતા જેનો મેં એક વખત ચાર્જ સંભાળ્યો હતો.

  આ પણ વાંચો: CDS Bipin Rawat Helicopter Crash: PM મોદી, રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો, કહ્યું- ‘તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય’

  જનરલ માણેકશા 1971ના યુદ્ધના આર્કિટેક્ટ હતા જ્યારે જનરલ રાવત સર્જિકલ સ્ટ્રાઇક અને યુનિફાઇડ થિએટર કમાન્ડના રચયિતા હતા. બંને દેશનું ગૌરવ પુનઃસ્થાપિત કરનારા મહાનુભાવો હતો. ઇન્ટરનેટ અને સાયબર સાયબર વોરેફરના બદલાતા સમય સાથે મેળ ખાતી સશસ્ત્ર દળો માટે સ્વર્ગીય જનરલ પાસે તેનું વિઝન હતું અને તેને મજબૂત બનાવવા તથા તેની સાથે તાલમેલ બેસાડવા માટેનું દળ હતું. જ્યારે સૈન્ય નેતૃત્વની વાત આવે ત્યારે કોઈ માણેકશાની સરખામણી ન કરી શક્તું. જ્યારે જનરલ રાવતને હંમેશા એક સૈનિક તરીકે યાદ કરવામાં આવશે જેમણે સશસ્ત્ર દળોની કામગીરીને સુવ્યવસ્થિત બનાવી હતી.

  હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને આ બે લેજન્ડ સાથે કામ કરવા મળ્યું. હું ફિલ્ડ માર્શલની ખૂબ જ નજીક હતો અને જ્યારે 27 જૂન 2008ના રોજ તેમનું અવસાન થયું ત્યારે હું મેં તેમનો હાથ પકડેલો હતો. આ દુનિયામાંથી તેમને બહાર નીકળતા હું જોઈ રહ્યો હતો. જનરલ રાવત કલકત્તામાં મારા સાથી હતા. ત્યાં તેઓ તેઓ ઇસ્ટર્ન થિએટર ઓફ વોરમાં મિલિટરી ઓપરેશનમાં મેજર જનરલ હતા. બાદમાં તેઓ, તેમના લશ્કરી અનુભવના કારણે બર્માના જંગલમાં છુપાયેલા બળવાખારો સામે થયેલી સર્જિકલ સ્ટ્રાકઇકના કોર્પ્સ કમાન્ડર તરીકે રહ્યા.

  આ પણ વાંચો: દેશના CDSનો કાર્યભાર હવે કોઈ અન્ય અધિકારી સંભાળશે કે પછી થશે નવી નિમણૂક? જાણો નિયમ અને જોગવાઈઓ

  2012થી 2014 દરમિયાન મેં ઇસ્ટર્ન કમાન્ડ હોસ્પિટલની કમાન સંભાળી હતી તે સ્વર્ગસ્થ ફિલ્ડ માર્શલનું બ્રેઇન ચાઇલ્ડ હતી. તે પ્રતિષ્ઠિત હોસ્પિટલ હતી, જ્યાં મેં જનરલ રાવત અને તેમના પિતા સ્વર્ગસ્થ લેફ્ટનન્ટ જનરલ લક્ષ્મણ સિંહ બંનેની સારવાર કરી હતી. આ જ રેજિમેન્ટના અન્ય પિતા-પુત્રની જોડીને પણ આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમના પત્ની શ્રીમતી મધુલિકા મને સારી રીતે ઓળખતા હતા અને મેં તેમને ડોક્ટર અને એક મિત્ર તરીકે મદદ કરી હતી.

  જ્યારે જનરલ રાવર વાઇસ ચીફ ઓફ ધ આર્મિ સ્ટાફ હતા, હું માત્ર તેમનો 21, સફદરજંગ રોડના મકાનમાં રહેતો પાડોશી નહતો, તેમનો મિત્ર, ફિલોસોફર અને ગાઇડ હતો. જ્યારે 27માં આર્મી ચીફ તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે મેં તેમની બાજુમાં આવેલા નિવાસ્થાને મુલાકાત ધી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે હંમેશા મને ખૂબ જ માન આપ્યું હતું ને સ્વર્ગસ્થ ફિલ્ડ માર્શલ સાથે મારો સંબંધ વધુ ગાઢ બન્યો હતો.

  આ પણ વાંચો: CDS બિપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યાંથી લેન્ડિંગ સ્પોટ ફક્ત 16 કિમી દૂર હતું

  તેમના પત્ની મધુલિકા અને અન્ય 11 સશસ્ત્ર દળોના જવાનો સાથે થયેલી આ દુઃખદ હવાઈ દુર્ઘટનાથી તેમનુ જીવન પૂર્ણ થયું છે. તેમના અવસાનથી દેશે એક સૈનિક અને સાચો દેશભક્ત ગુમાવ્યો છે અને તે ખોટ ક્યારેય ન ભરી શકાય તેવી છે. ભગવાન શ્રીમતી મધુલિકા અને જનરલ બિપિન રાવત બંનેને શાંતિ અર્પે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: CDS, CDS બિપિન રાવત, Helicopter-crash, Nation News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन