સેનાધ્યક્ષના નિવેદન પર ઓવૈસીએ કહ્યું- 'આર્મી ચીફે રાજકીય મુદ્દામાં ન પડવું જોઈએ'

News18 Gujarati
Updated: February 22, 2018, 2:56 PM IST
સેનાધ્યક્ષના નિવેદન પર ઓવૈસીએ કહ્યું- 'આર્મી ચીફે રાજકીય મુદ્દામાં ન પડવું જોઈએ'
આર્મી ચીફ બિપિન રાવત (ફાઈલ તસવીર)

સેનાએ આર્મી ચીફના નિવેદનના બચાવમાં કહ્યું છે કે તેમણે કોઈ રાજકીય ટિપ્પણી નથી કરી.

  • Share this:
ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ અને બાંગ્લાદેશના શરણાર્થીઓને લઈને બિપિન રાવતના નિવેદન પર વિવાદ ઉભો થયો છે. સેનાએ આર્મી ચીફના નિવેદનના બચાવમાં કહ્યું છે કે તેમણે કોઈ રાજકીય ટિપ્પણી નથી કરી.

આર્મી ચીફના નિવેદન પર સેના તરફથી કહેવામાં આવ્યું છે કે, 'તેમના નિવેદનમાં કોઈ રાજકીય કે ધાર્મિક ટિપ્પણી ન હતી. ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) ભવનમાં આયોજીત સેમિનારમાં સેના પ્રમુખે ફક્ત વિકાસ અને એક સમન્વયની વાત કરી હતી.' બીજી તરફ AIMIM(ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલિમીન)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે આર્મી ચીફે રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ.

વિપક્ષે આર્મી ચીફ પર બીજેપીના સમર્થનમાં નિવેદન આપવાનો આક્ષેપ લગાવ્યો છે. હકીકતમાં બુધવારે એક સેમિનારમાં જનરલ રાવતે કહ્યું હતું કે, ઉત્તર પૂર્વમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ફ્રન્ટ (AIUDF)નામની પાર્ટી છેલ્લા થોડા વર્ષોથી બીજેપીની સરખામણીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.

રાવતે આની પાછળ બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમોને જવાબદાર ગણાવ્યા હતા. AIUDF આસામની પાર્ટી છે, જેમાં મોટાભાગના વોટર્સમાં મુસ્લિમોનો સમાવેશ થાય છે. આ પાર્ટી મુસ્લિમોનો મુદ્દો ઉઠાવતી રહી છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ મુસ્લિમો બાંગ્લાદેશની આવીને અહીં ગેરકાયદે રીતે વસી ગયા છે.

ઓવૈસીના ટાર્ગેટ પર જનરલ રાવત

રાવતના મુદ્દે આશ્ચર્ય પ્રગટ કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, 'આર્મી ચીફે રાજકીય મુદ્દાઓમાં ન પડવું જોઈએ. આ તેમનું કામ નથી. કોઈ પાર્ટીના વિકાસ પર બોલવાનું કામ તેમનું નથી.'બદરુદ્દીન અજમલે નોંધાવ્યો વિરોધ

AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલે પણ જનરલ રાવતના નિવેદન પર વિરોધ પ્રગટ કર્યો છે. તેમણે કહ્યું કે, 'જનરલ રાવતે રાજકીય ભાષણ આપ્યું છે. કોઈ પણ આર્મી ચીફે એવી ચિંતા કેમ કરવી જોઈએ કે કોઈ લોકતાંત્રિક અને સેક્યુલર મૂલ્ય ધરાવતી પાર્ટી બીજેપીથી વધારે આગળ વધી રહી છે? તેમણે એ વાત સમજવી પડશે કે AIUDF પાર્ટી તમારી અથવા મોટી રાજકીય પાર્ટીની નિષ્ફળતાને કારણે આગળ વધી રહી છે.'
First published: February 22, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading