Home /News /national-international /

Exclusive: CDS Rawatના હેલિકોપ્ટરના અકસ્માત પહેલાનો પ્રથમ વીડિયો આવ્યો સામે

Exclusive: CDS Rawatના હેલિકોપ્ટરના અકસ્માત પહેલાનો પ્રથમ વીડિયો આવ્યો સામે

Video before CDS Helicopter Crash : આ News 18 exclusive video હેલિકોપ્ટર ક્રેશ થયો એ પહેલાનો છે.

Video before CDS Helicopter Crash : આ News 18 exclusive video હેલિકોપ્ટર ક્રેશ થયો એ પહેલાનો છે.

    તામિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં (helicopter crash) સીડીએસ બિપિન રાવત (CDS Bipin Rawat) સહિત કુલ 13 લોકોના મોત થયા છે. ઘટનાથી દેશ આખાને આઘાત લાગ્યો છે. આ અકસ્માત બાદ હેલિકોપ્ટર ક્રેશના ઘણાં ખોટા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. પરંતુ એક વીડિયો છે જે આર્મીના સિનિયર ઓફિસરોને લઇ જતા mi 17 હેલિકોપ્ટરનો (mi Helicopter first crash video) છે. આ વીડિયો હેલિકોપ્ટર ક્રેશ થયો એ પહેલાનો છે. જેને સ્થાનિક વ્યક્તિએ ઉતાર્યો છે.

    હેલિકોપ્ટરનો અવાજ એકદમ બંધ થઇ જાય છે

    આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, વાતાવરણ ઘણું વાદળછાયું છે. તેમાં હેલિકોપ્ટરનો અવાજ પણ સંભળાઇ રહ્યો છે અને થોડીવાર બાદ અવાજ બંધ થતો પણ અનુભવાય છે. આ વીડિયો સ્થાનિક વ્યક્તિએ ઉતાર્યો છે. વીડિયો ઉતારનાર વ્યક્તિ સાથે અન્ય પણ થોડા લોકો છે, જે આ અવાજ સાંભળીને ચોંકી જાય છે.

    ઇજાગ્રસ્ત ઓફિસરની પણ સ્થિતિ ગંભીર છે

    નોંધનીય છે કે, આ દુર્ઘટના બુધવારે 8મી ડિસેમ્બર 2021ના રોજ તામિલનાડુના કુન્નૂરની પાસે જંગલમાં બની હતી. સીડીએસ જનરલ રાવત, તેમના પત્ની અને અન્ય 11 સૈન્ય અધિકારીઓને લઇને જઇ રહેલા હેલિકોપ્ટરના પાયલટે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને એક જંગલમાં જઇને ક્રેશ થઇ ગયું હતું. જોકે આ ઘટનામાં એક સૈન્ય અધિકારી બચી ગયા છે પણ તેમની સ્થિતિ ગંભીર છે અને હાલ સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.



    ઘટનાની કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ અપાયા

    આ ઘટના બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ સહિતના નેતાઓ, સૈન્ય, એરફોર્સ અને નેવીના ટોચના અધિકારીઓએ સીડીએસ જનરલ બિપિન રાવત અને માર્યા ગયેલા અન્ય સૈન્ય અધિકારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સીડીએસ જનરલ રાવતના પુત્રીની દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને જઇને મુલાકાત લીધી હતી. જે કુન્નૂર વિસ્તારમાંથી આ હેલિકોપ્ટર પસાર થઇ રહ્યું હતું ત્યાં ભારે ધુમ્મસ હોવાથી પાયલટને કઇ દેખાયું નહીં અને પછી હેલિકોપ્ટરે કાબુ ગુમાવી દીધો હતો. નજીકના જંગલ વિસ્તારમાં જઇને તે ક્રેશ થઇ ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, ઘટનાની કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ અપાયા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CDS બિપિન રાવત, Helicopter-crash, ભારત, ભારતીય સેના

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन