12થી 15 વર્ષના બાળકો માટે પણ કોરોના વેક્સીન, ફાઇઝરે કહ્યું- વેક્સીન 100% અસરદાર

12થી 15 વર્ષના બાળકો માટે પણ કોરોના વેક્સીન, ફાઇઝરે કહ્યું- વેક્સીન 100% અસરદાર

ફાઇઝર-બાયોએનટેક કોવિડ-19 વેક્સીનનો ફક્ત એક ડોઝ જ તે લોકોમાં પ્રભાવી અસર બતાવે છે જે પૂર્વમાં આ મહામારીથી સંક્રમિત થયા છે

 • Share this:
  નવી દિલ્હી : ફાઇઝર-BioNTech કોવિડ-19 વેક્સીન 12થી 15 વર્ષના બાળકો પર 100 ટકા અસરદાર છે. કંપનીએ બુધવારે આ દાવો કર્યો છે. એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે અમેરિકી ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન જૈવપ્રોદ્યોગિકી કંપની બાયોએનટેક દ્વારા સંયુક્ત રૂપથી નિર્મિત કોવિડ-19 વેક્સીન, કોરોના વાયરસના તે નવા પ્રકારથી સુરક્ષા આપી શકે છે જે પહેલા બ્રિટન અને પછી દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે.

  ‘નેચર મેડિસિન’ નામની શોધ પત્રિકામાં પ્રકાશિત અધ્યયન પ્રમાણે કોરોના વાયરસના એન501વાય અને ઇ484કે મ્યૂટેશન પર વેક્સીન પ્રભાવી છે. અમેરિકાના ટેક્સાસ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો સહિત વિશેષજ્ઞોના દળ પ્રમાણે વેક્સીનનો વાયરસના ઇ484કે મ્યૂટેશન પર પડનાર પ્રભાવ એન501વાય મ્યૂટેશન પર પડનાર પ્રભાવથી થોડો ઓછો છે.

  આ પણ વાંચો - કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની કૉલેજે વિદ્યાર્થીઓની ભીડ ભેગી કરતા વિવાદ

  ફાઇઝર-બાયોએનટેક કોવિડ-19 વેક્સીનનો ફક્ત એક ડોઝ જ તે લોકોમાં પ્રભાવી અસર બતાવે છે જે પૂર્વમાં આ મહામારીથી સંક્રમિત થયા છે. એક અધ્યયન પ્રમાણે એક ડોઝથી લોકોમાં આ મહામારીનો મુકાબલો કરવા માટે એક મજબૂત રોગ પ્રતિરોધક ક્ષમતા ઉત્પન થાય છે.

  જર્નલ યૂરોસર્વિલાંસમાં પ્રકાશિત નવીનતમ અધ્યયનમાં જિવ મેડિકલ સેન્ટરમાં 514 કર્મીઓના એક સમૂહને સામેલ કર્યા હતા. વેક્સીનનો પ્રથમ ડોઝ લેતા પહેલા 17 કર્મી એક અને દશ મહિના વચ્ચેના સમયમાં કોવિડ-19થી સંક્રમિત થયા હતા. આખા સમૂહના એન્ટીબોડી સ્તરને ટિકાકરણથી પહેલા માપવામાં આવી હતી અને પછી અમેરિકી કંપની ફાઇઝર અને જર્મનીની સહયોગી બાયોએનટેક દ્વારા વિકસિત બીએનટી162બી2 એમઆરએનએ વેક્સીન આપી હતી. શોધકર્તાએ કહ્યું કે વેક્સીનની અસર તે લોકોમાં ઘણી પ્રભાવશાળી હતી જે પહેલા આ મહામારીથી સંક્રમિત થયા હતા.
  Published by:Ashish Goyal
  First published: