બાળકો માટે વધુ એક વેક્સીન! Biological Eને એડવાન્સ સ્ટેઝ ટ્રાયલની મળી મંજૂરી
રાજ્યમાં આજે કુલ 85,733 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યારસુધીમાં 99.10 ટકા જેટલા દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10,72,85, 753 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Biological E corona vaccine: બાયોલોજીકલ ઈને (Biological E) બાળકો અને કિશોરોમાં પોતાની વેક્સીનના બીજા અને ત્રીજા ફેઝના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. કંપનીની વેક્સીન કેન્ડિડેટનું નામ કોર્બેવેક્સ (Corbevax) છે.
corona vaccine update: ફાર્મા કંપની બાયોલોજીકલ ઈને (Biological E) બાળકો અને કિશોરોમાં પોતાની વેક્સીનના બીજા અને ત્રીજા ફેઝના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. કંપનીની વેક્સીન કેન્ડિડેટનું નામ કોર્બેવેક્સ (Corbevax) છે. આની જાણકારી સરકારના બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટે શુક્રવારે આપી હતી. આ વેક્સીનનો ક્લીનિકલ ટ્રાયલ 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો અને કિશોરો ઉપર કરવામાં આવશે.
વિભાગે જણાવ્યું હતું કે કોર્બેવેક્સનો વિકાસ જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ અને તેની પીએસયુ જૈવ પ્રૌદ્યોગિકી ઉદ્યોગ શોધ સહાયક પરિષદના સહયોગથી કરવામાં આવી રહી છે. આ પહેલા બીજા ફેઝની ક્લીનિકલ પરીક્ષણના આંકડાના વિષય વિશેષજ્ઞ સમિતિની સમીક્ષા બાદ ભારતને ઔષધિ મહાનિરીક્ષકે ત્રીજા ટ્રાયલના પરીક્ષણની મંજૂરી આપી છે. ડીબીટીએ કહ્યું કે બાયોલોજીકલ ઈને એક સપ્ટેમ્બર 2021ને કોર્બેવેક્સ રસીના બાળકો અને વયસ્કો ઉપર બીજા અને ત્રીજા ચરણની પરીક્ષણની મંજૂરી મળી ગઈ છે.
ડબલ્યૂએચઓના સમક્ષ રજૂ કરવામાં સહયોગ મળશે બાયોલોજીકલ ઈ લિમિટેડના પ્રબંધ નિદેશક મહિમા ડાટલાના જણાવ્યા પ્રમાણે મંજૂરી મળ્યા બાદ આને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સમક્ષ રજૂ કરવામાં સહયોગ મળશે.
તાજેતરમાં ઝાયડસ કેડિલા વેક્સીનને આપી હતી મંજૂરી અત્યાર સુધી ઝાયડસ કેડિલાની કોવિડ-19ની રસી જાયકોવ-ડીને દેશમાં 12થી 18 વર્ષ સુધી ઉંમરના કિશોરોને લગાવવાની ઈમર્જન્સી મંજૂરી ઔષદિય નિયામક પાસેથી મળી હતી. ડીસીજીઆઈએ જુલાઈમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને બેથી 17 વર્ષ સુધી ઉંમરના બાળકોમાં કંઈક સ્થિતિઓમાં કોવોવેક્સ રસીને બીજા/ત્રીજા ફેઝના પરીક્ષણની મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આશરે મહિના પહેલા સમાચાર આવ્યા હતા કે કોર્બેવેક્સને સપ્ટેમ્બરના અંત સુધી ભારતમાં લોન્ચ થવાની સંભાવના છે. ડિસેમ્બર 2021 સુધી તેની ભારત સરકારને 30 કરોડ ડોઝની આપૂર્તિ થઈ શકે છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. ભારતી પ્રવીણ પવારનું કહેવું હતું કે ભારત સરકાર ઘરેલુ વેક્સીન બાયોલોજીકલ ઈને આર્થિક સહાયતા પણ ઉપલબ્ધ કરાવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર