Home /News /national-international /

હવે ભાગી નહીં શકે માલ્યા જેવા ગુનેગારો, નવા કાયદાને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

હવે ભાગી નહીં શકે માલ્યા જેવા ગુનેગારો, નવા કાયદાને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

આ નવા કાયદાથી વિજય માલ્યા અને નિરવ મોદી જેવા મોટા આર્થિક ગુનામાં સામેલ લોકોને દેશમાંથી ભાગતા અને કાયદાથી બચતા રોકવામાં આવશે...

આ નવા કાયદાથી વિજય માલ્યા અને નિરવ મોદી જેવા મોટા આર્થિક ગુનામાં સામેલ લોકોને દેશમાંથી ભાગતા અને કાયદાથી બચતા રોકવામાં આવશે...

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાગેડુ આર્થિક અપરાધી કાયદાને મંજૂરી આપી દીધી છે. બેંકો સાથે ઠગાઈ સહિત પૈસાના ગોટાળા જેવા મામલાના અપરાધીઓને ભારતમાંથી અન્ય દેશમાં ભાગી જતા રોકવા માટે આ કાયદો મહત્વની ભૂમિકા ભજવશે.

    ભાગેડુ આર્થિક અપરાધી તેવો વ્યક્તિ હોય છે, જેની વિરુદ્ધ 100 કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે મૂલ્યના અપરાધમાં શામેલ હોવાના કારણે ધરપકડનો વોરંટ જાહેર કરવામાં આવ્યો હોય, અને તે ક્રિમિનલ પ્રોસેક્યૂશનથી બચવા માટે દેશની બહાર ભાગી ગયો હોય.

    એક અધિકારિક આદેશ અનુસાર, ભાગેડુ આર્થિક અપરાધી કાયદા, 2018ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આ નવા કાયદાથી વિજય માલ્યા અને નિરવ મોદી જેવા મોટા આર્થિક ગુનામાં સામેલ લોકોને દેશમાંથી ભાગતા અને કાયદાથી બચતા રોકવામાં આવશે. માલ્યા અને નીરવ મોદીની આર્થિક ગુનામાં તપાસ ચાલી રહી છે. બંને દેશ છોડી જતા રહ્યા છે. બંનેના મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે.

    આ નવા કાયદા હેઠળ નક્કિ કરેલી વિશેષ અદાલતને કોઈ પણ વ્યક્તિને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યા બાદ તેની બેનામી સંપત્તિ તથા અન્ય સંપત્તિને જપ્ત કરવાનો આધિકાર હશે. આ કાયદો કહે છે. જ્યારે જપ્ત કરવાના આદેશની તારીખથી જપ્ત કરવામાં આવેલી તમામ સંપત્તિનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે.

    ભાગેડુ આર્થિક અપરાધી કાયદો, 2018 રાજ્યસભામાં 25 જુલાઈને પસાર કરવામાં આવ્યો હતો. લોકસભાએ આ કાયદાને 19 જુલાઈએ મંજૂરી આપી દીધી હતી. આ કાયદા હેઠળ મીનીમમ 100 કરોડની મર્યાદા રાખી નાણાં મંત્રી પિયૂષ ગોયલે હમણાં જ સંસદમાં કહ્યું હતું કે, આની પાછળનો ઉદ્દેશ્ય મોટા આર્થિક અપરાધીઓને ઝડપી પાડવાનો છે. કોર્ટમાં મામલો વધારવાનો નથી. તેમણે કહ્યું કે, કાયદા હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ એજન્સીનું કામ કરશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Abroad, Comes, Effect, Nirav Modi, Vijay Malya

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन