બિલ ગેટ્સે પીએમ મોદીને લખી ચિઠ્ઠી, કોરોના પર લેવામાં આવેલા પગલાંની કરી પ્રશંસા
બિલ ગેટ્સે પીએમ મોદીને લખી ચિઠ્ઠી, કોરોના પર લેવામાં આવેલા પગલાંની કરી પ્રશંસા
બિલ ગેટ્સે પીએમ મોદીને લખી ચિઠ્ઠી, કોરોના પર લેવામાં આવેલા પગલાંની કરી પ્રશંસા
પ્રધાનમંત્રી મોદીને લખેલી ચિઠ્ઠીમાં બિલ ગેટ્સે કહ્યું કે કોરોના સામે જંગમાં તમે અને તમારી સરકારે જે રીતે સમય રહેતા યોગ્ય પહેલા ભર્યા છે અમે તેની પ્રશંસા કરીએ છીએ
નવી દિલ્લી : કોરોના મહામારી (Corona Pandemic)સામે આખી દુનિયા ઝઝુમી રહી છે. 130 કરોડ વસ્તી અને ઓછા સંશાધનો વચ્ચે ભારત જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાઈ લડી રહી છે તેની પ્રશંસા વિશ્વમાં થઈ રહી છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સે (Bill Gates) પણ ચિઠ્ઠી લખીને પીએમ મોદીની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રી મોદીને લખેલી ચિઠ્ઠીમાં બિલ ગેટ્સે કહ્યું કે કોરોના સામે જંગમાં તમે અને તમારી સરકારે જે રીતે સમય રહેતા યોગ્ય પહેલા ભર્યા છે અમે તેની પ્રશંસા કરીએ છીએ. ભારતે સમય રહેતા આખા દેશમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય હોટસ્પોટને શોધીને કોરોના દર્દીના સંપર્કમાં આવનાર લાખો લોકોને પ્રશાસનની મદદથી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
બિલ ગેટ્સે પોતાના ચિઠ્ઠીમાં વિશેષ રુપથી એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ભારતે પોતાની ડિજિટલ સ્ટ્રેન્થનો આ જંગમાં ભરપુર ઉપયોગ કર્યો છે અને હું તેનાથી ઘણો ખુશ છું. સરકાર તરફથી આરોગ્ય સેતુ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે જેને અત્યાર સુધીમાં કરોડો લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ એપની મદદથી તમે એ આસાનીથી જાણી શકો છો કે તમે જે વિસ્તારમાં રહી રહ્યા છો તે કોરોનાથી કેટલો સુરક્ષિત છે.
બિલ ગેટ્સે કહ્યું કે બધા ભારતીયો માટે પર્યાપ્ત સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરાવવાની સાથે-સાથે પબ્લિક હેલ્થને તમે એકસાથે બેલેન્સ બનાવીને ચાલી રહ્યા છો. તમારી આ લીડરશિપ જોઈને સારું લાગી રહ્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર