SMRITI IRANI BILL GATES KHICHDI MAKING VIDEO: કેન્દ્રિય મંત્રી અને પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અભિનેત્રી સાથે જોવા મળી રહ્યા છે.
BILL GATES AND SMRITI IRANI: દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક અને જાયન્ટ કંપની માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને કૂકિંગની ટ્રેનિંગ આપવામાં આવી છે અને તેમને કંપની આપવા માટે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાની તેમની સાથે હાજર રહ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બિલ ગેટ્સને તેઓ વઘાર કરવાનું શીખવી રહ્યા છે.
સ્મૃતિ ઈરાનીએ શેર કર્યો વિડીયો
કેન્દ્રિય મંત્રી અને પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અભિનેત્રી સાથે જોવા મળી રહ્યા છે. નેતા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે બિલ ગેટ્સને ખીચડી કેવી રીતે વઘારવી તે શીખવી રહ્યા છે. વઘાર કરીને બધી વસ્તુ મિક્સ કરીને બિલ ગેટ્સ તેને બાઉલમાં ભેળવીને સર્વ કરે છે. ખીચડી પીરસ્યા બાદ તેઑ તેનો સ્વાદ લેતા પણ જોવા મળ્યા હતા. આ વિડિયો શેર કરતાં સ્મૃતિએ કેપ્શનમાં લખ્યું – જ્યારે બિલ ગેટ્સે શ્રી એન ખીચડી બનાવી અને ભારતના સુપર ફૂડ અને તેના પોષક તત્વોને ઓળખ્યા.
Recognising the Super Food of India and its POSHAN component..
સ્મૃતિ ઈરાનીએ આ વીડિયો સિવાય બીજી એક તસવીર પણ શેર કરી છે, જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું હતુ કે બિલ ગેટ્સ સાથે નવા ભારતમાં મહિલાઓની શક્તિનું પ્રદર્શન. જેનો મુખ્ય હેતુ સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે પોષણને પ્રોત્સાહન આપવાનો છે.
બિલ ગેટ્સે ખીચડીને તડકો માર્યો બિલ ગેટ્સે ભારતની મુલાકાત દરમિયાન પોષણ અભિયાન દ્વારા સશક્તિકરણ અભિયાનમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આ અભિયાનનું નેતૃત્વ કરવા માટે હાજર રહ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે પોષણને પ્રોત્સાહન આપવાનો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર