દેવામાં ડૂબેલા પાકિસ્તાનને મળ્યો બિલ ગેટ્સનો સહારો

News18 Gujarati
Updated: September 27, 2019, 12:38 PM IST
દેવામાં ડૂબેલા પાકિસ્તાનને મળ્યો બિલ ગેટ્સનો સહારો
પાકિસ્તાનને મળી આર્થિક મદદ

પાકિસ્તાનના માથે 6 લાખ કરોડનું દેવું, ગરીબી હટાવવા માટે બિલ ગેટ્સ કરશે આર્થિક મદદ

  • Share this:
ન્યૂયૉર્ક : અમેરિકાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે કંઈ પણ સારું નથી થઈ રહ્યું. આતંકવાદના મુદ્દાને લઈ તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું પડી ચૂક્યું હતું. પરંતુ હવે પાકિસ્તાન અને ઈમરાન ખાન માટે એક સારા સમાચાર આવ્યા છે. દેવામાં ડૂબેલા પાકિસ્તાનને માઇક્રોસોફ્ટ (Microsoft)ના ફાઉન્ડર બિલ ગેટ્સ આર્થિક મદદ આપશે. બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન (Bill and Melinda Gates Foundation) તરફથી પાકિસ્તાનને 200 મિલિયન ડૉલરની મદદ આપવામાં આવશે.

રેડિયો પાકિસ્તાન મુજબ, ગુરુવારે બિલ ગેટ્સની સાથે ઈમરાન ખાને એક એમઓયૂ કર્યુ છે. આ પૈસા પાકિસ્તાનમાં ગરીબીની વિરુદ્ધ હાથ ધરવામાં આવી રહેલા અભિયાન 'અહેસાસ' માટે આપવામાં આવશે. આ ફંડ વર્ષ 2020 સુધી ખર્ચ કરવામાં આવશે. ઈમરાન ખાન મુજબ, પાકિસ્તાનથી ગરીબી હટાવવાનો આ સૌથો મોટો કાર્યક્રમ છે. આ અવસરે તેઓએ બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો.
પાકિસ્તાનમાં ગરીબીની માર

નોંધનીય છે કે, આતંકવાદીઓને આશ્રય આપનારું પાકિસ્તાન બરબાદીના આરે પહોંચી ગયું છે. આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. વિકાસનો ભરોસો આપનારા ઈમરાન ખાન પણ એવું જ કરી રહ્યા છે જે પહેલાના વડાપ્રધાન કરતાં તા. એટલે આર્થિક મોર્ચે કામ ન કરી આતંકવાદીઓને આશ્રય આપવો. સ્થિતિ એવી છે કે પાકિસ્તાન દેવામાં ડૂબતું જઈ રહ્યું છે.

પાકિસ્તાનના માથે 6 લાખ કરોડનું દેવું

દેશને ચલાવવા માટે પાકિસ્તાન સતત દેવા લઈ રહ્યું છે. માર્ચ 2019 સુધી પાકિસ્તાન પર 85 બિલિયન ડૉલર એટલે કે ભારતીય રૂપિયામાં 6 લાખ કરોડથી વધુ દેવું છે. પાકિસ્તાને પશ્ચિમ યૂરોપ અને મધ્‍ય પૂર્વના દેશો પાસેથી ભારે ભરખમ લોન લીધી છે. પાકિસ્તાનને સૌથી વધુ લોન ચીને આપી છે. આ ઉપરાંત, પાકિસ્તાને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસેથી લોન લીધી છે.

આ પણ વાંચો,

PM મોદીને મળ્યો Global Goalkeeper Award, કહ્યુ- 130 કરોડ ભારતીયોનું સન્માન
આજે PM મોદી કાશ્મીર મુદ્દે પાક.ની બોલતી બંધ કરશે, UNGAમાં સાંજે 7:50 વાગ્યે ભાષણ
First published: September 27, 2019
વધુ વાંચો
अगली ख़बर