Home /News /national-international /VIDEO: બિલ ગેટ્સે ભારતના રસ્તા પર ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવી, પોતે જ વીડિયો શેર કર્યો

VIDEO: બિલ ગેટ્સે ભારતના રસ્તા પર ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવી, પોતે જ વીડિયો શેર કર્યો

આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર પર બિલ ગેટ્સનો વીડિયો શેર કર્યો છે.

Bills Gates In India: આ વીડિયોને કેપ્શન આપતા બિલ ગેટ્સે લખ્યું છે કે ઈનોવેશનના મામલે ભારતનું પેશન લેવલ ઘણું ઊંચું છે. મેં ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવી જે 131 કિમી (લગભગ 81 માઇલ) સુધી મુસાફરી કરવા અને 4 લોકોને લઈ જવા માટે સક્ષમ છે.

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના ફાઉન્ડર અને અબજોપતિ બિલ ગેટ્સ હાલમાં ભારતમાં છે. તેમણે તાજેતરમાં આનંદ મહિન્દ્રાની ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ટ્રિઓ ચલાવી હતી. બિલ ગેટ્સની સ્ટાઈલ જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તેઓ કેવી રીતે પ્રદૂષણ સામે અવાજ ઉઠાવતા નજર આવી રહ્યા છે. બિલ ગેટ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં મહિન્દ્રાની ઈલેક્ટ્રિક રિક્ષાના ભારત દ્વારા વખાણ કરવામાં આવ્યા છે.

બિલ ગેટ્સ હરિયાણા નંબર પ્લેટથી સજ્જ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરને ખૂબ જ ઉત્સાહથી ચલાવતા જોવા મળે છે. તમને આ વીડિયો જોઈને ખૂબ જ આનંદ થશે, કારણ કે બિલ ગેટ્સ જેવી હસ્તીઓ ભારતના ઘરે આવીને ઈલેક્ટ્રિક થ્રી વ્હીલરનો આનંદ લઈ રહ્યા છે અને ભારતની ટેક્નોલોજીના વખાણ કરી રહ્યા છે.




આ વીડિયોને કેપ્શન આપતા બિલ ગેટ્સે લખ્યું છે કે ઈનોવેશનના મામલે ભારતનું પેશન લેવલ ઘણું ઊંચું છે. મેં ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવી જે 131 કિમી (લગભગ 81 માઇલ) સુધી મુસાફરી કરવા અને 4 લોકોને લઈ જવા માટે સક્ષમ છે. મહિન્દ્રા જેવી કંપનીઓ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના ડીકાર્બોનાઇઝેશનમાં ફાળો આપે છે તે જોવું પ્રેરણાદાયક છે.

આનંદ મહિન્દ્રાએ આવી પ્રતિક્રિયા આપી

આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર પર બિલ ગેટ્સનો વીડિયો શેર કરીને આનંદ મહિન્દ્રાનો આભાર વ્યક્ત કર્યો હતો. આનંદ મહિન્દ્રાએ કહ્યું ચલતી કા નામ ગાડી. બિલ ગેટ્સ આ વખતે તમને ટ્રિઓ પર સવારી કરતા જોઈને મને આનંદ થયો. હવે તમારો એજન્ડા સચિન તેંડુલકર સાથે રેસ કરવાનો છે.



સમગ્ર વિશ્વમાં કાર્બન ઉત્સર્જનને શૂન્ય સ્તરે લઈ જવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ માટે અશ્મિભૂત ઈંધણથી ચાલતા વાહનોના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવામાં આવી રહ્યા છે.
First published:

Tags: Anand mahindra, Bill Gates, Electric vehicle

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો