Home /News /national-international /નિર્દોષ છૂટેલા 11 દોષિતો સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

નિર્દોષ છૂટેલા 11 દોષિતો સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

બિલકિસ બાનો

બિલકિસ બાનોના દોષિતોની સમય પહેલા મુક્ત કરવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. બિલકિસ બાનોએ 11 દોષિતોની સમય પહેલા મુક્તિને પડકારી છે અને આ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

    બિલકિસ બાનોના દોષિતોની સમય પહેલા મુક્ત કરવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. બિલકિસ બાનોએ 11 દોષિતોની સમય પહેલા મુક્તિને પડકારી છે અને આ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

    ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોની પીડિતા બિલકિસ બાનોના દોષિતોને સમય પહેલા છોડી મૂકતા સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. પીડિતા બિલકિસ બાનોએ 11 દોષિતોની સમય પહેલા મુક્તિને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને તમામ દોષિતોને જેલમાં પાછા મોકલવાની માંગ કરી છે. બિલકિસે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રિવ્યુ પિટિશન પણ દાખલ કરી છે. હાલમાં આ મામલે ક્યારે સુનાવણી થશે તેની તારીખ જાહેર કરવામાં આવી નથી.

    તમને જણાવી દઈએ કે આ પહેલા બિલકિસ બાનોએ કહ્યું હતું કે તેના અને તેના પરિવારના સાત લોકો સંબંધિત કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોની અકાળે મુક્તિથી તેનો ન્યાય પ્રત્યેનો વિશ્વાસ તૂટી ગયો છે. બિલકિસ બાનો ગેંગરેપ અને પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિત તમામ 11 લોકોને 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ-જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે ભાજપની આગેવાની હેઠળની ગુજરાત સરકારે તેમની માફી નીતિ હેઠળ તેમને માફ કર્યા હતા.

    ગુજરાત સરકારના આ પગલાની ટીકા કરતા, બિલકિસે ભૂતકાળમાં કહ્યું હતું કે 'આટલો મોટો અને અન્યાયી નિર્ણય' લેતા પહેલા કોઈએ તેની સુરક્ષા વિશે પૂછ્યું ન હતું અને તેના કલ્યાણ વિશે વિચાર્યું ન હતું. તેમણે ગુજરાત સરકારને આમાં ફેરફાર કરવા અને તેમને 'ડર વિના શાંતિથી જીવવાનો' અધિકાર આપવા જણાવ્યું હતું.

    બિલકિસે કહ્યું કે આજે તે માત્ર એટલું જ કહી શકે છે કે ‘કોઈ મહિલા માટે ન્યાય આવી રીતે કેવી રીતે ખત્મ થઈ શકે છે?’તેણે કહ્યું, 'મને મારા દેશની સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ હતો. મને તંત્ર પર વિશ્વાસ હતો અને હું ધીમે ધીમે મારા ભયાનક ભૂતકાળ સાથે જીવવાનું શીખી રહી હતી. ગુનેગારોને છોડવાથી મારી શાંતિ ભંગ થઈ ગઈ છે અને મેં ન્યાયમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. તેણીએ કહ્યું, 'મારી વેદના અને મારો વિશ્વાસ ઉઠી ગયો, તે માત્ર મારી સમસ્યા નથી પરંતુ કોર્ટમાં ન્યાય માટે લડી રહેલી તમામ મહિલાઓની વાત છે.’
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Supreme Court, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन