Home /News /national-international /

Pakistan Political Crisis: પાકિસ્તાનની નવી સરકારમાં કોણ બનશે વિદેશ મંત્રી? આ યુવા નેતાના નામની ચર્ચા

Pakistan Political Crisis: પાકિસ્તાનની નવી સરકારમાં કોણ બનશે વિદેશ મંત્રી? આ યુવા નેતાના નામની ચર્ચા

પાકિસ્તાનમાં 11 એપ્રિલે નવી સરકાર બનશે (ANI)

Pakistan News - ઇમરાન ખાનની સરકારે 9 એપ્રિલે સત્તા ગુમાવી, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા વોટિંગમાં ઇમરાન સરકારના વિરોધમાં 174 મત પડ્યા હતા

    ઇસ્લામાબાદ : પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટોને (bilawal bhutto)નવી સરકારમાં વિદેશ મંત્રી (pakistan foreign minister)બનાવવામાં આવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 9 એપ્રિલની રાત્રે પાકિસ્તાનની (pakistan) સંસદના નીચલા સદન નેશનલ એસેમ્બલીમાં એક અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઇમરાન ખાનને (Imran Khan)પ્રધાનમંત્રી પદથી હટાવી દીધા છે. જિયો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પદ મહત્વના છે. જ્યારે એ સવાલ પણ મહત્વપૂર્ણ છે કે નવી સરકારમાં વિદેશ મંત્રી કોણ રહેશે? કારણ કે સંયુક્ત વિપક્ષ સતત ઇમરાન ખાન સરકારની ખોટી વિદેશ નીતિ માટે નિશાન બનાવી રહ્યું છે.

    જિયો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો-ઝરદારી પાકિસ્તાનના આગામી વિદેશ મંત્રી બની શકે છે. બ્રિટનની ઓક્સફોર્ડ વિશ્વ વિદ્યાલયથી ભણેલા 33 વર્ષીય બિલાવલે ધ ઇન્ડિપેંડેટ ઉર્દુને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પાર્ટી નવા વિદેશ મંત્રી તરીકે તેમની નિયુક્તિ પર નિર્ણય કરશે. બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર છે. તે પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટોના પૌત્ર છે.

    આ પણ વાંચો - પાકિસ્તાન: ઇમરાન ખાનનાં Out થતા જ નજીકનાં લોકો પર એક્શન, અર્સલાન ખાલિદનાં ઘરે મોડી રાતે પડી રેઇડ

    ઇમરાન ખાનના નેતૃત્વની ટિકા કરતા બિલાવલે કહ્યું કે પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ (પીટીઆઈ) સરકારે વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને વિવાદાસ્પદ બનાવી દીધા હતા. નેશનલ એસેમ્બલીમાં ઇમરાન ખાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન બિલાવલે પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશી પર પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે તે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં કેમ ઉપસ્થિત ન હતા? આ બેઠકમાં પીટીઆઈ સરકારને પાડવાની તથાકથિત વિદેશી ષડયંત્ર પર ચર્ચા કરવામાં આવી હતી.

    આ પણ વાંચો - પોતાનો કાર્યકાળ તો પૂર્ણ ન કરી શક્યા, પણ જતા -જતા આ રસપ્રદ ઇતિહાસ બનાવી ગયા ઇમરાન ખાન

    ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાનની સરકાર 9 એપ્રિલે પડી ગઈ હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા વોટિંગમાં ઇમરાન સરકારના વિરોધમાં 174 મત પડ્યા હતા. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 342 સીટો છે અને બહુમતનો આંકડો 172 છે. આ રીતે 3 વર્ષ 7 મહિના પ્રધાનમંત્રી રહ્યા પછી ઇમરાન ખાને પોતાનું પદ છોડવું પડ્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તામાંથી બહાર થનાર તે પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Imran Khan, Pakistan news, Pakistan PM

    આગામી સમાચાર