કરતારપુર કોરિડોરમાં પાકિસ્તાને ભારતની તમામ માગણી સ્વીકારી

વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને વિશ્વાસ અપાવ્યો છે કે ભારત વિરૂદ્ધ કોઈ પણ પ્રવૃતિ માટે કોરિડોરનો ઉપયોગ નહીં થવા દે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને વિશ્વાસ અપાવ્યો છે કે ભારત વિરૂદ્ધ કોઈ પણ પ્રવૃતિ માટે કોરિડોરનો ઉપયોગ નહીં થવા દે.

 • Share this:
  ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે કરતારપુર કોરિડોરને લઇને અટારી-વાઘા પર દ્વિપક્ષીય વાર્તા યોજાઇ, આ બેઠરમાં જીરો પોઇન્ટ પર સંપર્ક અને યાત્રા કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધારવા જેવા અનેક મુદ્દા પર ચર્ચા થઇ. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતના દબાણમાં પાકિસ્તાને કરતારપુર ગલિયારાને લઇને તમામ માગો સ્વીકારી લીધી છે.

  ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોરને લઈને રવિવારે બીજી વખત વાતચીત થઈ. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને વિશ્વાસ અપાવ્યો છે કે ભારત વિરૂદ્ધ કોઈ પણ પ્રવૃતિ માટે કોરિડોરનો ઉપયોગ નહીં થવા દે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે પાકિસ્તાનને અપીલ કરી છે કે તેઓ દરરોજ કરતારપુર સાહિબ કોરિડોરમાં 5000 શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી આપે. આ ઉપરાંત કોઈ વિશેષ તહેવાર પર 10 હજાર વધારાના શ્રદ્ધાળુઓને મંજૂરી મળે. ભારતે પાકિસ્તાનને કહ્યું કે માત્ર ભારતીય જ નહીં પરંતુ ઓસીઆઈ કાર્ડ ધારક ભારતીય મૂળનાલોકોને પણ કોરિડોરના ઉપયોગની મંજૂરી મળે.

  અહીં ક્લિક કરી વાંચોઃ IPLમાં નવી 2 ટીમો આવશે, ગુજરાતીઓ માટે છે ખુશખબર !

  વાઘા બોર્ડર પર બેઠક મળીઃ આ મંત્રણા માટે બંને દેશના 20-20 અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલની આગેવાનીમાં પાકિસ્તાની દળ ભારત આવ્યું છે. બેઠક પહેલાં ફૈસલે કહ્યું કે પાકિસ્તાન આ કોરિડોરને લઈને સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ગુરૂદ્વારાનું 70%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે.

  મોદી સરકાર સત્તામાં પરત ફર્યા બાદ આ પહેલી અને અત્યાર સુધીમાં પાકિસ્તાન સાથે બીજી વખતની વાતચીત છે. આ પહેલાં 14 માર્ચે બંને દેશોના પ્રતિનિધિઓએ ડ્રાફ્ટ એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપ્યું હતું. ભારત કોરિડોરના નિર્માણ પર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જેની મદદથી શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાઈટેક સિક્યોરિટી, સર્વિલાંસ સિસ્ટમ, 5000થી લઈને 10 હજાર શ્રદ્ધાળુઓને રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

  પાકિ્સતાને ખાલિસ્તાન સમર્થક ગોપાલસિંહને મંત્રણામાંથી દૂર કર્યો: કરતારપુર કોરિડોર પર મંત્રણાના એક દિવસ પહેલાં પાકિસ્તાને ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાને પોતાની કમિટીથીમાંથી હટાવી દીધો છે. ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે રવિવારે વાઘા બોર્ડર પર કોરિડોરને લઈને બીજી વખત વાતચીત થશે. આ પહેલાં ભારતે ચાવલાની મંત્રણામાં હાજરીને લઈને વાંધો ઉઠાવ્યો હતો. બંને દેશો વચ્ચે પહેલા તબક્કાની વાતચીત 14 માર્ચે થઈ હતી. ત્યારે ડ્રાફ્ટ એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.
  Published by:Sanjay Vaghela
  First published: