Home /News /national-international /એક વ્યક્તિની નાની ભૂલથી રોકાઈ ગયો રેલવેનો મોટો પ્રોજેક્ટ, જાણો આ વિચિત્ર ઘટનાની આખી કહાણી
એક વ્યક્તિની નાની ભૂલથી રોકાઈ ગયો રેલવેનો મોટો પ્રોજેક્ટ, જાણો આ વિચિત્ર ઘટનાની આખી કહાણી
એક વ્યક્તિએ રોકાવી દીધો રેલવેનો મોટો પ્રોજેક્ટ
indian railway project: ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તે સમયે 15-20 મજૂરો ટનલની અંદર બાંધકામના કામમાં રોકાયેલા હતા, તેથી ડરના કારણે તેઓ પોતાનો જીવ બચાવવા માટે તરત જ બહાર ભાગી ગયા હતા. ફરિયાદમાં જણાવાયું હતું કે, કંપનીના કર્મચારીઓએ પણ ઉક્ત વ્યક્તિને બોર કરવાની ના પાડી હતી, પરંતુ તે વ્યક્તિ સંમત ન હતી.
બિલાસપુર: હિમાચલ પ્રદેશના બિલાસપુર સદર પોલીસ સ્ટેશન હેઠળના મંડી માંડવાન વિસ્તારના કોટ ગામમાં ભાનુપલ્લી-બિલાસપુર રેલ્વે લાઇનનું નિર્માણ ચાલી રહ્યું છે. આ સુરંગની ઉપરની જમીન પર એક વ્યક્તિએ હેન્ડપંપ બોરિંગ મશીન વડે બોર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આ રેલ્વે ટનલમાં જ એક કાણું પડી ગયું હતું. આ સંદર્ભમાં, આ ટનલ નિર્માણ કાર્યમાં રોકાયેલી કંપનીના અધિકારીએ ડીસી બિલાસપુરને ફરિયાદ પત્ર આપ્યો છે.
આ ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે, કોઈ સ્થાનિક વ્યક્તિએ આગોતરી સૂચના આપ્યા વિના જાણી જોઈને બોરિંગ મશીનથી હોલ પાડ્યો છે. જણાવવામાં આવી રહ્યો છે કે, તેમણે બહું હોલ પાડ્યો છે. જેના કારણે ટનલ પર મોડી અસર થઈ શકે તેમ છે અને ગમે ત્યારે પડી શકે છે. આથી, જાન-માલને પણ મોટો ખતરો ઉભો થયો છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તે સમયે 15-20 કામદારો ટનલની અંદર બાંધકામના કામમાં રોકાયેલા હતા. આ ઘટનાની જાણ થતા જ ડરના કારણે તેઓ પોતાનો જીવ બચાવવા માટે તરત જ બહાર દોડી ગયા હતા. ફરિયાદમાં જણાવાયું હતું કે, કંપનીના કર્મચારીઓએ પણ ઉપર રહેલા વ્યક્તિને બોર કરવાની ના પાડી હતી, પરંતુ તે વ્યક્તિ સંમત થઈ નહીં. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય મુખ્ય રેલ નિર્માણ કાર્ય હેઠળ, NATM હેઠળ પદ્ધતિ દ્વારા નિર્ધારિત ડિઝાઇન અનુસાર ટનલનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને આ સમયે ટનલ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે.
ભવિષ્યમાં આ રેલવે ટનલનું શું થશે તે અત્યારે કહી શકાય તેમ નથી. ડીએસપી હેડક્વાર્ટર રાજ કુમારે જણાવ્યું કે, આ મામલામાં સદર પોલીસ સ્ટેશને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને લેખિત ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 336 અને 427 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર