બિલાસપુરમાં વિસ્ફોટક ખાવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગાય, વાયરલ થયો Video

News18 Gujarati
Updated: June 6, 2020, 3:45 PM IST
બિલાસપુરમાં વિસ્ફોટક ખાવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગાય, વાયરલ થયો Video
ઇજાગ્રસ્ત ગાયની તસવીર

  • Share this:
એક તરફ જ્યાં કેરળના હાથીને વિસ્ફોટક આપ્યોનો વિવાદ હજી શાંત નથી થયો ત્યાં હિમાચલ પ્રદેશમાં પાલતુ પ્રાણી સાથે ક્રૂરતાનો એક નવો કેસ સામે આવ્યો છે. અહીં એક ગાય દ્વારા વિસ્ફોટક (Blast) ખાવાથી ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. આ વાતથી જોડાયેલો એક વીડિયો પણ વાયરલ થયો છે. જો કે આ ઘટના ગત વર્ષ એપ્રિલની છે. પણ કેરળમાં ગર્ભવતી હાથણીને વિસ્ફોટ પદાર્થ ખવડાવ્યા પછી તેની થયેલી મોત પછી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હવે આ મામલે પોલીસે તપાસ કરી છે. ડીએસપી બિલાસપુર મામલે તપાસ કરવા આ ઘટના જે ગામમાં થઇ છે ત્યાં પહોંચ્યા છે.

વીડિયો હિમાચલના બિલાસપુરના ડાઢ ગામનો છે. ઇજાગ્રસ્ત ગાયના માલિકે વીડિયોમાં જણાવ્યું કે પડોસી ક્ષેત્રએ વિસ્ફોટક રાખ્યો હતો. વીડિયો દ્વારા તેમણે તપાસની માંગણી કરી છે. હવે કેરળ પછી આ મામલે પણ વિવાદ શરૂ થયો છે. કેરળમાં આ કેસમાં એક વ્યક્તિની આ મામલે ધરપકડ પણ થઇ છે. ત્યારે હવે આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ મામલે હવે પોલિસે કેસ દાખલ કર્યો છે. ડીએસપી હેડક્વાટર સંજયે જણાવ્યું કે ઘટના સ્થળેથી થોડોક વિસ્ફોટક પણ મળ્યો છે જેને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. સાથે જ ડીએસપીએ કહ્યું કે કેટલાક લોકો આને સાંપ્રદાયિક રંગ આપવા માંગે છે. પણ લોકોને અપીલ છે કે તે શાંતિ બનાવી રાખે કારણ કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
First published: June 6, 2020, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading