Home /News /national-international /હાઈકોર્ટનો અનોખો નિર્ણય, કહ્યું- પત્ની ગુટખા ખાય, દારૂ પીવે અને માંસ ખાય છે તો તે ત્રાસ છે
હાઈકોર્ટનો અનોખો નિર્ણય, કહ્યું- પત્ની ગુટખા ખાય, દારૂ પીવે અને માંસ ખાય છે તો તે ત્રાસ છે
હાઈકોર્ટનો અનોખો નિર્ણય
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલા ગુટખા ખાધા પછી બેડરૂમમાં ગમે ત્યાં થૂંકતી હતી અને ના પાડવા જતા તે ઝઘડો કરતી હતી. મહિલાએ 30 ડિસેમ્બર, 2015ના રોજ પોતાની ખુદને આગ લગાવીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. એટલું જ નહીં, તેણે બે વાર છત પરથી કૂદીને અને પછી બે વાર જંતુનાશક પીને આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
છત્તીસગઢ: બિલાસપુર હાઈકોર્ટે છૂટાછેડાને લઈને પોતાના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું હતું કે, જો કોઈ પત્ની પુરુષોની જેમ પાન મસાલા, ગુટખા અને દારૂ સાથે માંસ ખાઈને તેના પતિને પરેશાન કરે છે તો તે ક્રૂરતા છે. બિલાસપુર હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ ભાદુરી અને જસ્ટિસ રાધાકિશન અગ્રવાલની ડબલ બેન્ચે આવા આધારોને લઈને પતિને છૂટાછેડા લેવા માટે હકદાર જાહેર કર્યો હતો.
પત્ની દારૂ, નોન વેજ અને ગુટખાની વ્યસની
જણાવી દઈએ કે, કોરબા જિલ્લાના બાંકિમોંગરાના એક યુવકના લગ્ન કટઘોરાની એક યુવતી સાથે થયા હતા. લગ્નના સાત દિવસ બાદ 26 મે 2015ની સવારે તેની પત્ની પથારીમાં બેભાન અવસ્થામાં પડી હતી. જ્યારે પતિ તેને સારવાર માટે લઈ ગયો ત્યારે જાણવા મળ્યું કે, તે દારૂ પીવાની સાથે નોન વેજ અને ગુટખાના વ્યસની છે. આ બાદ, તેમના સંબંધીઓએ તેને સમજાવ્યું, પરંતુ તે બાદ પણ તે માની નહીં અને પત્નીએ તેના સાસરિયાઓ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું.
અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, મહિલા ગુટખા ખાધા બાદ બેડરૂમમાં ગમે ત્યાં થૂંકતી હતી અને ના પાડવા પર ઝઘડો કરતી હતી. મહિલાએ 30 ડિસેમ્બર 2015ના રોજ પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. એટલું જ નહીં, તેણે બે વાર છત પરથી કૂદીને અને પછી બે વાર જંતુનાશક પીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પત્નીની હરકતોથી પરેશાન પતિએ કોરબાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ ફેમિલી કોર્ટે પતિની અરજીની બાબતોને અંગત મામલો કહીને તેને ફગાવી દીધી હતી.
પત્ની દ્વારા હેરાનગતિ
આ નિર્ણય સામે પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટની ડબલ બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કર્યો હતો અને છૂટાછેડા માટે પતિની અપીલ સ્વીકારી હતી અને તેને પત્ની દ્વારા થતી હેરાનગતિ ગણાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર