હાહાકાર : હોમિયોપેથીક દવા ખાવાથી એક જ પરિવારના 8 લોકોનાં મોત, ચારની હાલત ગંભીર, કઈં દવા હતી?

હાહાકાર : હોમિયોપેથીક દવા ખાવાથી એક જ પરિવારના 8 લોકોનાં મોત, ચારની હાલત ગંભીર, કઈં દવા હતી?
પ્રતિકાત્મક તસવીર

આ દવામાં આલ્કોહોલનું પ્રમાણ 91 ટકા જેટલું હોય છે, જે દેશી દારૂ સાથે મિલાવવામાં આવે છે. આ લેવી ખૂબ જ જોખમી સાબિત થાય છે

 • Share this:
  રાયપુર : કોરોના સંક્રમણથી બચવા માટે લોકો હવે વિવિધ પ્રકારની નુસ્ખા અપનાવી રહ્યા છે, જે ખતરનાક પણ સાબિત થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો છત્તીસગના બિલાસપુરમાં સામે આવ્યો છે. અહીં હોમિયોપેથીક દવા લેવી પૂરા પરિવારને ભારે પડી ગઈ છે. આ દવા ખાવાથી આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તો, અન્ય ચારની હાલત પણ ગંભીર છે. બિલાસપુરના સીએમઓએ જણાવ્યું હતું કે, બધાએ હોમિયોપેથીક દવાઓ લીધી હતી, ત્યારબાદ આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને પાંચને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  સીએમઓએ કહ્યું કે, તેમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ વધારે હતું. હાલ આરોગ્ય વિભાગની ટીમ કેસની તપાસ કરી રહી છે. વિભાગની તપાસ બાદ રિપોર્ટ પરથી સ્પષ્ટ થઈ જશે કે, મોત પાછળનું સાચુ કારણ શું છે. તેમ છતાં મૃત્યુનું કારણ હોમિયોપેથિક દવાઓ લેવાનું જ સામે આવી રહ્યું છે.  આ પણ વાંચોરાજકોટ ગંભીર અકસ્માત: સરપંચનો હાથ કપાઈ ટ્રકમાં ચોંટી ગયો, 'માતા માટે પ્રાણ વાયુ લેવા ગયેલ પુત્રનો અકસ્માતે પ્રાણ છીનવાયો'

  આ દવા હતી

  સીએમઓએ જણાવ્યું કે, આખા પરિવારે હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 લીધી હતી. તેમાં આલ્કોહોલનું પ્રમાણ 91 ટકા જેટલું હોય છે, જે દેશી દારૂ સાથે મિલાવવામાં આવે છે. આ લેવી ખૂબ જ જોખમી સાબિત થાય છે અને ઘણા કિસ્સાઓમાં તે લેનારા માટે ઝેરનું કામ પણ કરે છે.  આ પણ વાંચોક્ચ્છ : ખાણમાં બે ટ્રક વચ્ચે અકસ્માત, માટી નીચે ટ્રક સહિત ડ્રાઈવરો દટાયા, બેના મોત - Video સામે આવ્યો

  ડોક્ટર ગાયબ

  સીએમઓએ માહિતી આપી હતી કે, પરિવારના સભ્યોના મોતના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે, અને ત્યારબાદ હોમિયોપેથીક દવા આપનાર ડોક્ટર ફરાર થઈ ગયા છે. પોલીસ ટીમ ડોક્ટરની શોધ કરી રહી છે અને તેના ઠેકાણાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
  Published by:kiran mehta
  First published:May 06, 2021, 17:34 pm

  ટૉપ ન્યૂઝ