જુઓ નજીવી બાબતે બાઇક સવારને લાકડી વડે માર મારી માથુ ફોડી નાખ્યું, ઘટના CCTV Videoમાં કેદ

દિલ્હીમાં મારા મારી સીસીટીવી વીડિયો

અનિકેતના પરિવારે દિલ્હી પોલીસ પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો. જીવલેણ હુમલો હોવા છતા પોલીસે સામાન્ય કલમો લગાવી મામલો રફે-દફે કરી દીધો

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીના પાલમ વિસ્તારમાં બાઇક સવારને નિર્દય રીતે લાકડીના ઘા મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પાલમ વિસ્તારની સાદ કોલોનીમાં એક વ્યક્તિ અને બે-ત્રણ લોકો બાઇક સવાર છોકરાને નિર્દયતાથી માર મારતા હતા. માર મારવાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પાટનગર દિલ્હીમાં બાઇક સાથે સ્કૂટી અથડાવવાની નજીવી બાબતમાં લોકો એકબીજાને મારી નાખવા ઉતરી ગયા હતા.

  દિલ્હીના પાલમ વિસ્તારમાં બાઇક સવારને નિર્દય રીતે માર માર્યો હોવાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પાલમ વિસ્તારની સાદ કોલોનીનો છે. ખરેખર, અનિકેત નામના બાઇક સવારની મોટરસાયકલને સ્કૂટીએ અડફેટે લીધું હતું. આને કારણે સ્કૂટર સવાર અને અનિકેત વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બેથી ત્રણ લોકોએ અનિકેતને ખરાબ રીતે માર મારવાનું શરૂ કર્યું.

  આ પણ વાંચોસુરત : લુખ્ખાતત્વોના આતંકનો CCTV Video : દાદાગીરી સાથે ઘાતક હથિયારોથી યુવાન પર હુમલો

  સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ફૂટેજમાં બેથી ત્રણ લોકો અનિકેતને લાકડી વડે માર મારતા નજરે પડે છે. લાકડીવાળા શખ્સના અન્ય બે સાથીઓ પણ બાઇક સવારને ખરાબ રીતે માર મારતા હતા. બાઇક સવાર સાથે હાજર તેના અન્ય સાથીને પણ માર મારવામાં આવી રહ્યો છે. દરમિયાન, એક મહિલા બચાવમાં આવે છે, પરંતુ હુમલાખોરો તો પણ અટકતા નથી.  ઉલ્લેખનીય છે કે, આ આખી લડતમાં અનિકેત નામનો બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો છે. અનિકેતના પરિવારે દિલ્હી પોલીસ પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. પીડિત પરિવાર કહે છે કે, તેમના પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે નાના હુમલાની કલમ હેઠળ એફઆઈઆર નોંધીને મામલો રફા-દફા કરી દીધો હતો.
  Published by:kiran mehta
  First published: