ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો તો વીજળી કંપનીના કર્મચારીએ આવી રીતે લીધો બદલો, થઈ જેલ

પ્રતીકાત્મક તસવીર

ટ્રાફિક સિગ્નલ અને બે પોલીસ સ્ટેશનનો વીજળી સપ્લાય કાપવાના ગુનામાં વીજકર્મીની થઈ ધરપકડ

 • Share this:
  હૈદરાબાદ. ઇલેક્ટ્રીસિટી ડિપાર્ટમેન્ટના કર્મચારીએ પોલીસની કાર્યવાહી સામે બદલો લેવાનો અજબ કિસ્સો સામે આવ્યો છે. મૂળે હૈદરાબાદ (Hyderabad)એક પોલીસકર્મીએ વીજળી વિભાગ (Electricity Department)ના એક કર્મચારીનું ટ્રાફિક મેમો (Traffic Memo) ફાડ્યો હતો. ત્યારબાદ બદલો લેવા માટે વીજળી વિભાગના કર્મચારીએ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક સિગ્નલની વીજળી સપ્લાય બંધ કરી દીધો. જોકે, તેની સામે ફરિયાદ થતાં પોલીસે તે કર્મચારીની બાદમાં ધરપકડ કરી લીધી.

  પોલીસનું કહેવું છે કે, સગીરને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈ પોલીસે દંડ ફટકાર્યો હતો. ટ્રાફિક પોલીસે સગીર ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાના કારણે મેમો ફાડ્યો હતો. આ સગીરે વીજળી વિભાગમાં કામ કરતાં અને રમેશને જાણ કરી હતી. સગીર જે કંપનીમાં કામ કરે છે ત્યાં રમેશ રિપેરિંગ કામ માટે ગયો હતો. રમેશે સગીરને કેટલાક સાધનો લાવવાનું કહ્યું હતું અને તેણે પોલીસ સામે બદલો લેવાનું નક્કી કરી લીધું હતું.

  આ પણ વાંચો, આને કહેવાય Jackpot! 7 લાખ રૂપિયામાં ઘર ખરીદ્યું, અંદર મળ્યો કરોડોનો ખજાનો

  ત્યારબાદ રમેશે બુધવારે ટ્રાફિક સિગ્નલ અને બે પોલીસ સ્ટેશનનો વીજળી સપ્લાય કાપી દીધો હતો. બીજી તરફ, ટ્રાફિક પોલીસકર્મીઓની ફરિયાદના આધાર પર જીડી મેટલા પોલીસે કેસ નોંધ્યો હતો. આ કેસના આધારે રમેશની ધરપકડ કરવામાં આવી અને તેને કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે રજૂ કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો, નાણા કમાવવાનો Formula: ઘરે બેઠા 30 હજાર રૂપિયા કમાવા છે તો શરૂ કરો આ બિઝનેસ

  મધ્ય પ્રદેશમાં ટ્રાફિક પોલીસ અને વીજળી કંપનીના કર્મચારી આવી ગયા હતા સામસામે

  ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મધ્ય પ્રદેશમાં પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો હતો. વીજળી વિભાગના કર્મચારી ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને પોલીસે મેમો ફટકાર્યો હતો. તેનો બદલો લેવા વીજળી કંપનીના કર્મચારીઓએ પોલીસ સ્ટેશનની લાઇટ કાપી દીધી હતી. મૂળે, ટ્રાફિક પોલીસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી રહી ત્યારે વીજળીકરમી બૃજભાન ચૌહાણ સ્ટેશનથી પોતાના કામે જઈ રહ્યો હતો. ચેકિંગમાં ઊભેલી પોલીસે લાઇનમેનને રોક્યો હતો અને હેલ્મેટ ન પહેરવાના કારણે તેને દંડ ફટકાર્યો હતો. તેનો બદલો લેવા માટે વીજળીકર્મીઓએ નિયમોનો હવાલો આપતાં પોલીસ સ્ટેશનની લાઇટ કાપી દીધી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: