Home /News /national-international /

દિલ્હીઃ ડ્રાઇવરને ગોળી મારી વાનમાંથી ધો-1ના બાળકનું અપહરણ

દિલ્હીઃ ડ્રાઇવરને ગોળી મારી વાનમાંથી ધો-1ના બાળકનું અપહરણ

    દિલ્હી: એક સ્કૂલ વાનમાં 2 હુમલાખોરોએ ડ્રાઈવરને ગોળી મારી અને એક બાળકને કિડનેપ કરી લેતા ચકચાર મચી ગઈ છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે જે બાળકને કિડનેપ કરવામાં આવ્યો હતો તે શાહદરાનો રહેવાસી અને પહેલા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે. જ્યારે બાળકને કિડનેપ કરવામાં આવ્યો ત્યારે વાનમાં 20-22 બાળકો હાજ હતાં. આ સ્કૂલ બસ સ્કૂલે જઈ રહી હતી.



    જણાવવામાં આવ્યું છે કે બે બાઈક સવાર પાછળથી આવ્યાં અને સ્કૂલ વાનને રોકીને તેમાં ઘુસી ગયા. આ પછી બંન્ને હુમલાખોરોએ ડ્રાઈવરને ગોળી મારી અને બાળકને સાથે લઈ ગયા. આ ઘટના દિલશાદ ગાર્ડન વિસ્તારની છે પરંતુ જ્યાં આ બન્યું છે તે જીટીબી એન્કલ્વે પોલીસ સ્ટેશનમાં આવે છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા. હજી આ મામલે કિડનેપીંગનું કોઈ કારણ મળ્યું નથી
    First published:

    Tags: Kidnapping, દિલ્હી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन