VIDEO: આપના ફોટાવાળી મહેંદી બનાવી આપશે આ બહેન, લગ્નપ્રસંગોમાં પણ બોલાવી શકશો
પોટ્રેટ મહેંદી આર્ટિસ્ટ
વિદ્યાએ જણાવ્યું છે કે, તે મહેંદીમાંથી કોઈ પણ વ્યક્તિ અથાવ મહિલાની તસ્વીર બનાવી શકે છે. હાલમાં જ વિદ્યાએ અભિનેતા સલમાન ખાન, ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ ઉપરાંત ક્રિકેટર વિરાટ કોહલીની તસ્વીરની મહેંદી બનાવી છે.
બીકાનેર: મોટા ભાગે લગ્ન બાદ મહિલાઓ ઘરના કામમાં અને પરિવારની જવાબદારીમાં પરોવાઈ જતી હોય છે, જેનાથી મહિલાઓના શોખ અને સપના અધૂરા રહી જાય છે. પણ અમુક મહિલાઓ એવી પણ હોય છે, જે ઘરની જવાબદારીઓ બાદ પણ પોતાના હુનરને જાળવી રાખતી હોય છે. બીકાનેરના અંત્યોદેય નગરની રહેવાસી વિદ્યા સ્વામી પણ એક આવી જ મહિલા છે. વિદ્યા એક પોટ્રેટ મહેંદી આર્ટિંસ્ટ છે અને મીનિટોમાં મહેંદીથી કોઈની પણ તસ્વીરની મહેંદી બનાવી આપે છે. " isDesktop="true" id="1356744" >
વિદ્યાએ જણાવ્યું છે કે, તે મહેંદીમાંથી કોઈ પણ વ્યક્તિ અથાવ મહિલાની તસ્વીર બનાવી શકે છે. હાલમાં જ વિદ્યાએ અભિનેતા સલમાન ખાન, ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ ઉપરાંત ક્રિકેટર વિરાટ કોહલીની તસ્વીરની મહેંદી બનાવી છે. મહેંદી દ્લારા લોકોના હાથ અને કાગળ પર બનાવે છે. આ ઉપરાંત તે દુલ્હનના હાથોમાં પણ વર-વધૂના ફોટા બનાવી આપે છે. વિદ્યાએ જણાવ્યું કે, લગ્ન બાદ તેમના પતિએ સૂરતમાં પોટ્રેટ મહેંદીના ક્લાન જોઈન કરાવ્યા. ત્યાર બાદ તે મહેંદીની પોટ્રેટ બનાવવા લાગી. તે જણાવે છે કે, તેને નાનપણથી મહેંદી બનાવવાનો શોખ છે.
ભારતીય લગ્નોમાં મહેંદીની રસમ ખૂબ જ મહત્વની હોય છે.કારણ કે તેને સુહાગની નિશાની માનવામાં આવે છે. આ દિવસે ફક્ત દુલ્હનને જ મહેંદી નથી લગાવવામાં આવતી, પણ તેની સહેલીઓને અને સંબંધીઓને પણ મહેંદી લગાવવામાં આવે છે. જો કે, હવે તે એક રસમ નહીં પણ ફૈશનનો ટ્રેંડ લઈ ચુક્યું છે. વાત જો મહેંદીની કરીએ તો, પહેલાની સરખામણીએ આજે મહેંદીની ડિઝાઈન્સમાં ખૂબ જ પરિવર્તન આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર