પશ્ચિમ બંગાળમાં (west bengal)એક મોટા રેલ અકસ્માતની ઘટના સામે આવી
Bikaner Guwahati Express Derailed - 03612731622 અને 03612731623 રેલવે હેલ્પલાઇનના બે નંબરો પર ફોન કરીને જાણકારી મેળવી શકાશે, ભારતીય રેલવેના મતે આ દુર્ઘટનામાં ટ્રેનની 12 બોગીયો પ્રભાવિત થઇ છે
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં (west bengal)એક મોટા રેલ અકસ્માતની ઘટના સામે આવી છે. મળેલી જાણકારી પ્રમાણે ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ 15633 (અપ) સાંજે (Bikaner Guwahati Express Derailed)લગભગ પાંચ કલાકે ડોમોહાની (પશ્ચિમ બંગાળ) પાસે પાટા પરથી ઉતરી ગઈ છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય જારી છે. ટ્રેનની બોગીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. એક યાત્રીએ દાવો કર્યો છે કે અચાનક ઝટકા લાગ્યા પછી ટ્રેનની ઘણી બોગીયો પલટી મારી ગઈ હતી. પ્રશાસન તરફથી 5 લોકોના મોત થયા હોવાની જાણકારી આપવામાં આવી છે.
ઘટનાની સૂચના મળતા જ રેલવેના સંબંધિત અધિકારી સ્થળ પર પહોંચી ગયા છે અને રાહત બચાવ કાર્ય શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને પ્રાથમિક સારવાર માટે જરૂર પ્રમાણે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.
પીએમ મોદીએ દુર્ઘટનામાં પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે પશ્ચિમ બંગાળમાં થયેલા રેલવે દુર્ઘટના વિશે જાણકારી લીધી હતી. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ, ગંભીર રુપથી ઇજાગ્રસ્ત લોકોને 1 લાખ અને નજીવી ઇજાગ્રસ્ત થયેલા લોકોને 25 હજારની સહાયતા આપવાની જાહેરાત કરી છે.
ટ્રેન નંબર 15633 બીકાનેર એક્સપ્રેસ મંગળવારની રાત્રે રાજસ્થાનના બીકાનેરથી રવાના થઈ હતી. ગુરુવારે બપોરે 2 વાગ્યે કિશનગંજ પહોંચી હતી. અને ત્યાંથી ગુવાહાટી માટે રવાના થઈ હતી.
#WATCH गुवाहाटी-बीकानेर एक्सप्रेस 15633 (यूपी) आज शाम करीब पांच बजे पटरी से उतर गई। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/43UMG0dfUQ
જલપાઇગુડીના જિલ્લા મેજિસ્ટ્રેટ મોમિતા ગોડાલા બસુના મતે દુર્ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનામાં પ્રભાવિત લોકોની જાણકારી મેળવવા માટે પ્રશાસને ગુવાહાટીના બે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. 03612731622 અને 03612731623 રેલવે હેલ્પલાઇનના બે નંબરો પર ફોન કરીને જાણકારી મેળવી શકાય છે.
ભારતીય રેલવેના મતે આ દુર્ઘટનામાં ટ્રેનની 12 બોગીયો પ્રભાવિત થઇ છે. ઘટનાસ્થળ પર ડીઆરએમ અને એડીઆરએમ પહોંચી ગયા છે. સાથે એક રાહત ટ્રેન અને મેડિકલ વાન પણ સ્થળ પર પહોંચી ગઈ છે. ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ 15633ના પટરી પરથી ઉતરવાની ઘટના પર ઉચ્ચ સ્તરીય રેલવે સુરક્ષા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર