Home /News /national-international /રુમ બંધ કરીને ધોકા લઈને સસરા પર તૂટી પડી વહુ, આખી રાત ખાટલામાં તરફડીયા મારતા રહ્યા દાદા
રુમ બંધ કરીને ધોકા લઈને સસરા પર તૂટી પડી વહુ, આખી રાત ખાટલામાં તરફડીયા મારતા રહ્યા દાદા
વહુએ સસરાને પતાવી દીધા
આરોપી પુત્રવધૂ ભવંર કંવરથી પ્રારંભિક પુછપરછમાં સામે આવ્યું કે, પૂનમ સિંહને દારુ પીવાની આદત હતી. તે દરરોજ દારુ પીને ગાળો બોલતા રહેતા હતા. ભંવર કંવરે જણાવ્યું કે, તે સસરાની દરરોજ આવી આદતોથી કંટાળી ગઈ હતી.
બીકાનેર: રાજસ્થાનમા સંબંધોની મર્યાદા તૂટી રહી છે. અત્યાર સુધીમાં આપે સાસુ-સસરા દ્વારા વહુને મારપીટ જોઈ અને સાંભળી હશે, પણ બીકાનેર જિલ્લાના નોખા વિસ્તારમાં રોડા ગામમાં દારુડીયા સસરાથી પરેશાન તેમની પુત્રવધૂએ મોતને ઘાટ ઉતારી દીધા. ઘટનાનો પર્દાફાશ થયા બાદ પોલીસે આરોપી પુત્રવધૂની ધરપકડ કરી લીધી છે. મામલાનો ખુલાસો થયા બાદ જેને પણ આ ઘટના વાંચી તે ચોંકી ગયા. આરોપી પુત્રવધૂએ પોલીસ પૂછપરછમાં આરોપ લગાવ્યો કે, સસરા દરરોજ દારુ પીને આવતા અને ગાળો બોલતા રહેતા. તેનાથી તે પરેશાન હતી અને તેથી તેને મોતને ઘાટ ઉતારી દીધા.
નોખા પોલીસ સ્ટેશન પ્રભારી ઈશ્વરપ્રસાદ જાંગિડે જણાવ્યું કે, હત્યાના આ ઘટના રોડા ગામના વિષ્ણુ નગરમાં ગત બુધવારે મોડી સાંજે થઈ હતી. પોલીસે ત્યાં વૃદ્ધ પૂનમ સિંહની સંદીગ્ધ હાલતમાં મોતની જાણકારી મળી હતી. તેના પર પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને તપાસ શરુ કરી. પોલીસે આ મામલામાં શકના આધાર પર પૂનમ સિંહના મોટા દીકરા હનુમાન સિંહની પત્ની ભંવર કંવર અને નાના દીકરા શેર સિંહની ધરપકડ કરી અને તેની પુછપરછ કરી. પુછપરછમાં ભંવર કંવરે સસરા પૂનમ સિંહની હત્યા કરવાનું સ્વીકારી લીધું.
રૂમ બંધ કરીને ધોકાને લઈને સસરા પર તૂટી પડી
આરોપી પુત્રવધૂ ભવંર કંવરથી પ્રારંભિક પુછપરછમાં સામે આવ્યું કે, પૂનમ સિંહને દારુ પીવાની આદત હતી. તે દરરોજ દારુ પીને ગાળો બોલતા રહેતા હતા. ભંવર કંવરે જણાવ્યું કે, તે સસરાની દરરોજ આવી આદતોથી કંટાળી ગઈ હતી. બુધવારે સાંજે પણ સસરાએ હંમેશાની માફક દારુ પીને આવ્યા અને ગાળો બોલવા લાગ્યા. તેનાથી દરેક લોકો કંટાળ્યા. બાદમાં તે રુમમાં ગઈ. અંદરથી રુમ બંધ કરી દીધો, પલંગ પર સુઈ રહેલા પૂનમ સિંહ પર ધોકા લઈને તૂટી પડી. આ દરમિયાન તે જોરજોરથી બૂમો પાડવા લાગ્યા, પણ રુમ અંદરથી બંધ હોવાના કારણે બહાર કોઈને ખબર ન પડી.
ઘાયલ પૂનમ સિંહ પલંગ પર તડપતો રહ્યો અને બાદમાં દમ તોડ્યો
મારપીટથી પૂનમ સિંહ ગંભીર રીતે ઘાયલ થયો, ત્યાર બાદ ભંવર કંવર પોતાના રુમમાં જઈને સુઈ ગઈ. આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ પૂનમ સિંહ પલંગ પર તરફડીયા મારી રહ્યો હતો. ગંભીર ઈજા હોવાના કારણે તેનું મોત થઈ ગયું. ગુરુવારે સવારે જ્યારે પૂનમ સિંહને જોયું તો તેનું મોત થઈ ગયું હતું. સંદીગ્ધ હાલત જોઈને પરિવારના લોકોએ પોલીસને સૂચના આપી. તેના પર પોલીસ ત્યાં આવી પહોંચી. પ્રારંભિક તપાસમાં પોલીસને વહુ પર શંકા ગઈ.
આખો પરિવાર એક સાથે રહે છે
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, પૂનમ સિંહ પૈથડના બે દીકરા છે. આ બંને પરણેલા છે. આખો પરિવાર એક સાથે એક ઘરમાં રહેતો હતો. પૂનમ સિંહની પત્નીની પહેલાથી જ મોત થઈ ચુક્યું છે. પોલીસે શંકાના આધારે મોટી વહુ ભંવર કંવરની સાથે દિયર શેર સિંહની ધરપકડ કરી લીધી. શેર સિંહે પોલીસને જણાવ્યું કે, ઘટનાની રાતે તે પોતાના પિતાના રુમમાં ખાવાનું મુકવા ઘઈ હતી. તે ખાવાનું ખાઈને મુકીને આવતો રહ્યો. ત્યાર બાદ રુમમાં જઈને સુઈ ગયો. હાલમાં પોલીસ અન્ય એંગલથી પણ તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર