Home /News /national-international /બીજાપુર અથડામણ: નક્સલીઓનો કથિત પત્ર આવ્યો સામે, અપહરણ કરાયેલા જવાનને છોડવા રાખી આ શરત

બીજાપુર અથડામણ: નક્સલીઓનો કથિત પત્ર આવ્યો સામે, અપહરણ કરાયેલા જવાનને છોડવા રાખી આ શરત

નક્સલીઓએ જવાનો પાસેથી હથિયારો લૂંટ્યાનો દાવો કર્યો.

Chhattisgarh Naxal Attack: છત્તીસગઢ (Chhattisgarh)ના બીજાપુરમાં નક્સલી(Naxalite)ઓ સાથે થયેલી અથડામણમાં સુરક્ષા દળનો એક જવાન ગુમ છે. નક્સલીઓએ દાવો કર્યો છે કે તે તેમના કબજામાં છે અને સુરક્ષિત છે.

રાયપુર: છત્તીસગઢના બીજાપુર (Bijapur)માં નક્સલી (Naxalite)ઓ સાથે થયેલી અથડામણમાં સુરક્ષા દળનો એક જવાન ગુમ છે. નક્સલીઓએ દાવો કર્યો છે કે જવાન તેમના કબજામાં છે અને સુરક્ષિત છે. કોબરા કમાન્ડો રાકેશ્વર સિંહ મનહાસ ત્રીજી એપ્રિલના રોજ થયેલી અથડામણ બાદ ગુમ છે. નક્સલીઓના કથિત પ્રવક્તાના માધ્યમથી મંગળવારે એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે તેઓ જવાનને છોડી મૂકશે, પરંતુ આ માટે સરકારે વાતચીત માટે કોઈને મધ્યસ્થી તરીકે નિમવું પડશે. જોકે, મંગળવારે જ બસ્તરના સામાજિક કાર્યકરોએ જવાનને છોડવાની વાત કરી હતી. જે બાદમાં નક્સલીઓ તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં તેઓએ મધ્યસ્થી દ્વારા જ જવાનને છોડવાની વાત કહી છે.

ભાકપા (માઓવાદી) દંડકારણ્યના વિશેષ ઝોનલ કમિટીના પ્રવક્તા વિકાસ તરફથી પત્રના માધ્યમથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અથડામણ દરમિયાન જવાનને બંધક બનાવવામાં આવ્યો છે. જવાન સુરક્ષિત છે અને અમે તેને પોલીસને સોંપી દઈશું. પરંતુ આ માટે કોઈ મધ્યસ્થીની નિમણૂક કરવામાં આવે. જવાનની પત્ની મીનૂ અને પરિવારના અન્ય સભ્યોએ પણ જવાનને છોડી મૂકવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: 44 વર્ષના વ્યક્તિએ 29 વર્ષની મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી, પત્નીએ ફોડ્યો ભાંડો

અથડામણમાં પાંચ નક્સલી ઠાર

નક્સલવાદીઓ તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે તર્રેમ પોલીસ મથક વિસ્તારમાં ત્રીજી એપ્રિલના રોજ થયેલી અથડામણમાં તેમનાં પાંચ સાથી માર્યા ગયા છે. જેમાં એક મહિલા કેડર પણ શામેલ છે. સાથે જ તેમણે 14 એકે-47, 2,000 કારતૂસ પણ જવાનો પાસેથી લૂંટી લીધાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ અથડામણમાં સુરક્ષા દળોના 22 જવાન શહીદ થયા છે. જ્યારે 31 ઘાયલ થયા છે, આ ઉપરાંત એક જવાનો ગુમ છે.

આ પણ વાંચો:  WHOનાં મુખ્ય વૈજ્ઞાનિકે લૉકડાઉન પર ચેતવ્યાં, કહ્યું- 'આના પરિણામ ભયાનક છે'
" isDesktop="true" id="1086281" >

ગુમ થયેલા જવાન સંદર્ભે બસ્તર આઈજીનું પણ નિવેદન સામે આવ્યું છે. આઈજી સુંદરાજ પીએ કહ્યુ કે, રાકેશ્વરસિંહ મનહાસનું લોકોશન નથી મળી રહ્યું. તેમની શોધખોળ માટે સર્ચ ઓપરેશન, ગ્રામ્ય ક્ષેત્રમાં કામ કરતા સામાજિક કાર્યકરો અને પત્રકારોના મધ્યમથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નક્સલીઓએ જવાન તેમની પાસે હોવાની વાત કરી છે. પોલીસે આ પત્રમાં કરવામાં આવેલા દાવાની ખરાઈ કરી રહી છે.
First published:

Tags: Chhattisgarh, Naxal attack, આર્મી, જવાન