છત્તીસગઢ : બીજાપુરમાં નક્સલીઓ સાથે અથડામણ, સુરક્ષાબળના 5 જવાનો શહીદ

પ્રતિકાત્મક તસવીર

ઇજાગ્રસ્ત જવાનોના રેસ્ક્યૂ માટે બે એમઆઈ 17 હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા

 • Share this:
  બીજાપુર : છત્તીસગઢના (Chhattisgarh)ના બીજાપુરમાં (Bijapur)સુરક્ષાબળના જવાનો અને નક્સલીઓ (Naxalite)વચ્ચે અથડામણ ચાલી રહી છે. શનિવારે સવારે શરૂ થયેલી અથડામણમાં 5 જવાનો શહીદ થયાના સમાચાર છે. ઘણા અન્ય ઇજાગ્રસ્ત થયા છે. કેટલાક નક્સલીઓ માર્યા ગયાના પણ સમાચાર છે. જિલ્લાના તર્રેમ થાના ક્ષેત્રના સિંગરેલ અને પૂર્ણિયા વચ્ચેના વિસ્તારમાં અથડામણ થવાની જાણકારી મળી રહી છે. ઇજાગ્રસ્ત જવાનોના રેસ્ક્યૂ માટે બે એમઆઈ 17 હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે સ્થળ ઉપર 200થી વધારે માઓવાદી છે અને સતત ફાયરિંગ થઈ રહ્યું છે.

  ડીજીપી ડીએમ અવસ્થીએ જાણકારી આપી કે અથડામણ દરમિયાન સુરક્ષાબળના પાંચ જવાન શહીદ થયા છે. ઘણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સાથે તેમણે જણાવ્યું કે ઓપરેશનમાં કેટલાક નક્સલીઓના માર્યા જવાની આશંકા છે પણ હાલ તેની પૃષ્ટિ થઇ નથી.

  આ પણ વાંચો - અહીં જમીન નીચે છે 3.42 કરોડ કેરેટ હીરા, આ માટે કાપવા પડશે 2 લાખથી વધારે વૃક્ષો!

  બીજાપુરના એસપી કમલોચન કશ્યપે જણાવ્યું કે મોટું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ઘટનાની જાણકારી મેળવવામાં આવી રહી છે. બસ્તર રેન્જના આઈજી સુંદરાજે પણ અથડામણની પૃષ્ટિ કરી છે.

  થોડા દિવસો પહેલા પણ બસ્તર રેન્જના નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ ડીઆરજીના જવાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં 4 જવાનો શહીદ થયા હતા. આ પછી હવે નક્સલીઓની બીજાપુરમાં ડીઆરજી જવાનો સાથે અથડામણ થઈ છે. બીજાપુરમાં ડીઆરજીના લગભગ 5 જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
  Published by:Ashish Goyal
  First published: