સુકમા એટેક બાદ બીજાપુરમાં નક્સલીઓએ સળગાવી સાત ગાડીઓ

  • Share this:
    બીજાપુરમાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે. કર્ણાટકની આ ઘટનામાં નક્સલીઓએ સાત ગાડીઓને આગને હવાલે કરી દીધી છે. આ પહેલા 13 માર્ચે સુકમામાં નક્સલીઓએ એન્ટી લેંડમાઈન વાહનને આઈડી બ્લાસ્ટ કરીને ઉડાવી દીધો હતો આ હુમલમાં સીઆરપીએફની 212મી બટાલિયનના 9 જવાન શહિદ થયા હતા.

    ગઈ કાલે એટલે કે, 13 માર્ચે છત્તીસગઢના સુકમા જીલ્લામાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો, જેમાં 9 જવાન શહીદ થયા હતા. નક્સલીઓએ સીઆરપીએફનો એંટી લેંડ માઈન વ્હીકલ આઈઈડી બ્લાસ્ટ કરી દીધો હતો. સુકમાના કાસરમ અને પલોદી પાસે બીડબલ્યૂ કોબરા, સીઆરપીએફ 212, એસટીએફ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં નક્સલીઓ તરફથી આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આમાં 9 જવાન શહીદ થયા હતા. તે ઉપરાંત 25 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 10ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી હતી.
    Published by:Mujahid Tunvar
    First published: