Home /News /national-international /

તેજપ્રતાપની ઐશ્વર્યા રાય બિહારની રાજનીતિમાં લાવી શકે છે મોટો બદલાવ!

તેજપ્રતાપની ઐશ્વર્યા રાય બિહારની રાજનીતિમાં લાવી શકે છે મોટો બદલાવ!

  લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવના લગ્ન બિહાર સરકારના પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા રાય સાથે 12 મેનો રોજ યોજાશે. બિહારમાં તાજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્નને  લઇને ચર્ચા થઇ રહી છે.આ લગ્ન વિશે લોકો વધુ જાણી રહ્યા છે.અમે તમને જણાવીએ ઐશ્વર્યાની રાજનીતિમાં આવવાની સંભાવનાઓ વિશે

  તેજપ્રતાપ અને ઐશ્વર્યા બંને રાજકીય ઘરના સંબંધો ધરાવે છે.તેજપ્રતાપ બિહાર રાજનીતિના ધુરંધર ખેલાડી લાલૂ પ્રસાદ યાદવનો મોટો દીકરો છે.2015માં તેમણે રાજકીય કારકિર્દી શરૂ કરી અને મહુઆ વિધાનસભાથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે તેમની પસંદગી કરવામાં આવી. બિહારમાં મહાગઠબંદનની સરકારમાં તેજપ્રતાપ આરોગ્ય મંત્રી પણ રહ્યા હતા. ઐશ્વર્યા બિહારના પૂર્વ સીએમ દરગો
  રાય પ્રસાદની પુત્રી છે. ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાય આરજેડી નેતા છે.મહાગઠબંધનની સરકારમાં પણ મંત્રી રહી ચુક્યા છે.સૌથી પહેલુ કારણ છે કે તો એવુ માનવામા આવી રહ્યુ છે કે તેજપ્રતાપ અનેઐશ્વર્યાના રાજકીય સંબંધોના કારણે ઐશ્વર્યા રાજનીતિમાં આવી શકે છે.

  એશવર્યા રાયની રાજનીતિમાં આવવાનું બીજું કારણ એ પણ છે કે લાલુ પ્રસાદ યાદવ જેલમાં છે અને તેમની તબિયત ખરાબ ચાલી રહી છે. હાલમાં જ તેમને સારવાર માટે દિલ્હી એમ્સ મોકલવામાં આવ્યા છે.લાલુ પ્રસાદને બિહારની રાજનીતિમાં એક મોટા નેતા માનવામાં આવે છે પરંતુ,ચારા કૌભાંડમાં કેસમાં સજા મળી ત્યારથી તે પોતાની પસંદગીની કોઈ લડાઈમાં નથી.તેમના બંને પુત્ર
  તેજપ્રતાપ-તેજસ્વી અને દીકરી મીસા પર ભ્રષ્ટાચારના કેસમાં કેસ નોંધાયેલા છે.જોકે આ ત્રણેયની ચૂંટણીમાં કોઈ પાબંદી નથી.પરંતુ આક્ષેપોને કારણે ઘણી વખત આ કાયદાકીય લડાઇમાં ફસાવવાની આશંકા છે.જો કે તેજસ્વી બિહારના મોટા નેતાઓમાં ધીમે ધીમે ઉભરી રહ્યા છે.લાલુ યાદવના જેલ જવા પર રાબડી દેવી પણ થોડા નબળા અને નિરાશાજનક દેખાઇ રહ્યા છે.ઓછું વાંચન-લખનને લઇને રાબડીની કાર્યશૈલી પર સવાલ ઊભા થયા છે.

  લાલના પરિવારોને ઐશ્વર્યારાયના રૂપમાં ઉચ્ચ શિક્ષણ મેળશે તો આવી સંભાવનાઓ છે કે ઐશ્વર્યા 2020માં બિહારમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે. એશવર્યાના પરિવારે પણ જણાવ્યુ છે કે ઐશ્વર્યાનું રાજનીતિમાં આવવુ લગભગ નક્કી છે.

  બિહારની રાજનીતિમાં સહાનુભૂતિ ફેક્ટર પણ ઘણું કામ કરે છે આમ, લાલુની જેલમાં જવાનું કારણ છે કે આવનાર દિવસોમાં જો લાલૂની વહુ એશવર્યા ચૂંટણી લડે છે તો તેમને બિહારની જનતા તક આપી શકે છે.એશવર્યાના રૂપમાં લાલુ પરિવારોને રાબડી દેવી બાદ એક મજબૂત નેતા મળી જશે.આશા છે કે મીસાની તુલનામાં ઐશ્વર્યાને બિહારની જનતા ચૂંટણીમાં સારા પરિણામો પર જોવા
  મળશે.

  એક મોટુ કારણ એ પણ છે કે ઐશ્વર્યાએ દિલ્હીથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે. પરંતુ એક રાજકીય ઘરમાં લગ્ન તેમની પણ પોલિટિકલ ઇન્ટરેસ્ટનું પ્રતિબિંબ છે.એશવર્યાની માતાએ પણ છેલ્લા દિવસો માં ન્યૂઝ 18 હિન્દી વાતચીતમાં જણાવ્યું હતું કે, ઐશ્વર્યા નોકરી કરશે અને જરૂર પડે તો રાજનીતિમાં પણ આવી શકે છે.આપને જણાવી દઇએ કે લાલુપ્રસાદ યાદવે પોતે પોતાની ઓછુ વાચન-લેખન કરેલી પત્નીને બિહારના સિએમ બનાવી દીધા હતા તો હવે બિહારની રાજનીતિમાં અટકળો તેજ બની છે કે લાલુ યાદવ ખુદ પોતાની ભણેલી ઐશ્વર્યાના મોટી તક આપી શકે છે.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Aishwarya-rai, Bihar politics, Lalu prasad, Tejpratap

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन