Home /News /national-international /નુપૂર શર્માનો વીડિયો જોઈ રહેલા યુવક પર ચપ્પાથી પ્રહાર, ICU માં દાખલ

નુપૂર શર્માનો વીડિયો જોઈ રહેલા યુવક પર ચપ્પાથી પ્રહાર, ICU માં દાખલ

નુપૂર શર્માનો (nupur sharma)વીડિયો જોવા પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી

Nupur Sharma News : અંકિતને મોબાઇલ પર નુપૂર શર્માનો વીડિયો જોતો જોઈને મોહમ્મદ બિલાલ ગુસ્સે ભરાયો હતો તે પોતાના ત્રણ સાથીઓ સાથે આવ્યો હતો

નુપૂર શર્માનો (nupur sharma)વીડિયો જોવા પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. હુમલામાં ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તેને ડીએમસીએચ હોસ્પિટલમા આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે આરોપી ફરાર છે. પોલીસે આ ઘટનાને અંદરુની વિવાદ બતાવી રહી છે. જેના કારણે પોલીસની ભૂમિકા ઉપર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.

અંકિતના પિતા મનોજ ઝા ના મતે તેમનો પુત્ર પાનની દુકાને પાન ખાવા ગયો હતો. આ દરિયાન તે મોબાઇલ પર નૂપુર શર્માનો વીડિયો (nupur sharma video)જોઈ રહ્યો હતો. તે સમયે ત્યાં મોહમ્મદ બિલાલ પોતાના ત્રણ સાથીઓ સાથે આવ્યો હતો. અંકિતને નુપૂર શર્માનો વીડિયો જોતો જોઈને મોહમ્મદ બિલાલ ગુસ્સે ભરાયો હતો.

આરોપીએ અંકિતના ચહેરા પર સિગરેટનો ધુમાડો ઉડાડ્યો હતો અને ગાળો આપવાની શરુ કરી હતી. વિરોધ કરવા પર તેણે અંકિત ઉપર ચપ્પુથી પ્રહાર કર્યો હતો. અંકિતના શરીર પર છ વખત ચપ્પાના પ્રહાર કર્યા હતા. આ ઘટના બિહારના સીતામઢીમાં સામે આવ્યો છે.

આ પણ વાંચો - પતિએ જીન્સ પહેરવાની ના પાડી તો પત્ની ગુસ્સે ભરાઇ, પતિની કરી નાખી હત્યા

અંકિતના પિતાએ જણાવ્યું કે આ વાત તેમણે પોલીસને બતાવી હતી. આ જ નિવેદન સારવાર દરમિયાન અંકિતે પણ આપ્યું છે. જોકે પોલીસે એફઆઇઆરમાં નુપૂર શર્માનું નામ હટાવી દીધું છે. અંકિતના પિતાએ સખત કાનૂની કાર્યવાહીની માંગણી કરી છે.

પોલીસે આ મામલે નાનપુર ગામના ગૌરા નિવાસી મોહમ્મદ બિલાલ,નિહાલ સહિત પાંચ લોકોને આરોપી બનાવ્યા છે. ઘટના પછી એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં લોકોની ભીડ વચ્ચે ઇજાગ્રસ્ત યુવક જોવા મળે છે. લોકો ચપ્પું મારવાની વાત બોલી રહ્યા છે.

આ મામલે પોલીસની અલગ થિયેરી છે. પુપરી ડીએસપી વિનોદ કુમારના મતે પાનની દુકાન પર બે મિત્રો પાન ખાઇ રહ્યા હતા. તે સમયે બન્ને વચ્ચે વિવાદ થયો હતો. પાનની દુકાન પર ભાંગ પણ વેચવામાં આવી રહી હતી. આ દરમિયાન ચપ્પાબાજી શરુ થઇ હતી. ડીએસપીએ આ મામલે નુપૂર શર્મા કનેક્શન વિશે ઇન્કાર કર્યો હતો. યુવક હવે ખતરાથી બહાર છે.
First published:

Tags: Bihar Crime, Nupur Sharma