બિહાર: ચાર વર્ષની બાળકી પર બળાત્કાર, પરિવારજનોએ આરોપીને માર મારીને પતાવી દીધો

પ્રતીકાત્મક તસવીર

Bihar rape case: આરોપી યુવક ચૉકલેટ આપવાના બહાને ચાર વર્ષની બાળકીને ફોસલાવીને પંચાયત ભવનમાં લઈ ગયો હતો.

 • Share this:
  પટના: બિહારના કૈમૂરમાં એક ચાર વર્ષની બાળકી સાથે બળાત્કાર (Rape)નો કેસ સામે આવ્યો છે. બાળકીના પરિવારના લોકોએ આ વાતની જાણ થતાં જ તેમણે આરોપી યુવકને પકડી પાડ્યો હતો અને માર મારીને તેની હત્યા (Murder) કરી નાખી હતી. આરોપી યુવક કબાર ગામનો રહેવાશી હતો અને પીડિત પરિવારની બાજુમાં રહેતો હતો. આરોપીનું નામ સીપૂ કુમાર છે. આરોપી યુવક નળ જલ યોજનામાં ઑપરેટરનું કામ કરતો હતો.

  પોલીસે મૃતકના પરિવારના લોકોના નિવેદન બાદ મૃતક બાળકીના કાકાની હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. આ કેસમાં બંને પક્ષ તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે વધારે તપાસ કરી રહી છે.

  આ પણ વાંચો: રાંધણ ગેસને લઈને ઑઇલ કંપનીઓ બહુ ઝડપથી કરી શકે છે મોટી જાહેરાત!

  પીડિત પરિવારે આરોપ લગાવ્યો છે કે આરોપી યુવક ચૉકલેટ આપવાના બહાને ચાર વર્ષની બાળકીને ફોસલાવીને પંચાયત ભવનમાં લઈ ગયો હતો. અહીં બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીએ જ્યારે પરિવારના લોકોને આ વાત કહી ત્યારે તમામ લોકો ગુસ્સે ભરાયા હતા. જે બાદમાં પરિવારના લોકો યુવકને શોધવા લાગ્યા હતા. આરોપી એક ઝાડ પર ચઢી ગયો હતો. જે બાદમાં તેને નીચે ઉતારવામાં આવ્યો હતો અને ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. ઢોર મારને પગલે આરોપી યુવકનું મોત થઈ ગયું હતું.

  આ પણ વાંચો: 2021ના વર્ષમાં માલામાલ થવું હોય તો આ 6 IPO પર રાખો નજર
   મૃતકની બહેનનું કહેવું છે કે બાળકી બે દિવસ પહેલા અહીં રમવા માટે આવી હતી. રમતી વખતે બાળકી સીડી પરથી નીચે પડી ગઈ હતી, જેમાં તેણીને ઈજા પહોંચી હતી. જે બાદમાં તેનો ભાઈ તેને ખોળામાં લઈને રમાડવા લાગ્યો હતો. અમુક લોકોએ આ વાતને જુદી રીતે જોઈ હતી અને તેની સાથે મારપીટ કરી હતી.

  આ પણ જુઓ-


  એસપી દિલનવાઝ અહમદે જણાવ્યું કે, બંને પક્ષની ફરિયાદ લેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે એક પક્ષે બળાત્કારની ફરિયાદ આપી છે, જ્યારે બીજા પક્ષે માર મારીને હત્યા કરી નાખવાની ફરિયાદ આપી છે. હવે પોલીસ આ કેસની તપાસ કરી લીધી છે. પોલીસે હત્યાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: