પટનાઃ દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ (Coronavirus)ના મામલાઓને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે પીએમ કેયર્સ ફંડ (PM CARES Fund)થી કોરોના હૉસ્પિટલ બનાવવાની કવાયત તેજ કરી દીધી છે. અહેવાલ છે કે કોરોના મહામારીની વચ્ચે હૉસ્પિટલની અછતનો સામનો કરી રહેલા બિહારમાં કેન્દ્ર સરકાર બે કોરોના હૉસ્પિટલ બનાવવા જઈ રહી છે. 500 બેડવાળી આ હૉસ્પિટલ પટના (Patna) અને મુજફ્ફરપુર (Muzaffarpur)માં ઊભી કરવામાં આવશે.
બિહારમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બિહારમાં 1.22 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. બિહારમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ પહેલાથી જ ખૂબ ખરાબ છે. કોરોના મહામારીને જોતાં કેન્દ્ર સરકારે PM Cares Fundથી બિહારમાં હવે બે કોવિડ કૉસ્પિટલ બનાવવાને લીલી ઝંડી આપી દીધી છે.
આ પણ વાંચો, કોરોનાનો ગર્ભનાળ ઉપર પણ હુમલો, મુંબઈમાં ગર્ભપાતના નવા કેસથી ડૉક્ટર્સ પણ ચોંકી ગયા
બિહારમાં બનવા જઈ રહેલી બંને હૉસ્પિટલોને તૈયાર કરવાની જવાબદારી ડીઆરડીએને આપવામાં આવી છે. આ બંને હૉસ્પિટલ પટના અને મુજફ્ફરપુરમાં ઊભી કરાશે અને બંનેમાં 500 બેડની વ્યવસ્થા હશે.
આ પણ વાંચો, CDS બિપિન રાવતની ચેતવણીઃ ચીન વાતચીતથી ન માન્યું તો સૈન્ય વિકલ્પ પણ ઉપલબ્ધ
નોંધનીય છે કે, બિહારમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 9 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 610 થઈ ગયો છે. તેની સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 1,22,156 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
Published by:Mrunal Bhojak
First published:August 24, 2020, 13:13 pm