Home /News /national-international /બિહારની લૂંટેરી દુલ્હન: પહેલા પ્રેમી સાથે લગ્ન કરી બીજા આશિક સાથે રોકડ-દાગીના લઈને ફરાર

બિહારની લૂંટેરી દુલ્હન: પહેલા પ્રેમી સાથે લગ્ન કરી બીજા આશિક સાથે રોકડ-દાગીના લઈને ફરાર

પરણિત રાણી તેના પ્રેમી રાજા સાથે પૈસા અને સોનાના દાગીના લઈને ભાગી ગઈ હતી.

Bihar news: બંને પ્રેમમાં પડ્યા અને પછી બંનેએ સાથે મળીને પોતપોતાના પરિવારને લગ્ન માટે મનાવી લીધા. બંને પરિવારોની સંમતિથી 27 એપ્રિલ, 2022ના રોજ એરેન્જ્ડ મેરેજ થયા હતા.

આ ઘટના બિહારની (Bihar) રાજધાની પટનાની છે. બિહારની આ લૂંટેરી દુલ્હનની (wife escaped with Jewellery and money) ઘટના એકદમ ફિલ્મી છે. તમને પણ જાણીને નવાઈ લાગશે કે, લૂંટેરી દુલ્હને એક સાથે બે પ્રેમીઓને ફસાવ્યા હતા. પ્રેમમાં પડ્યા પછી પ્રથમ પ્રેમી સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્ન પછી પણ બીજા પ્રેમી સાથે સંપર્ક રાખ્યો. તેણી તેના સાસરિયાના ઘરે થોડા દિવસ પોતાના પતિ સાથે રહી, પછી અચાનક તેના સાસરિયાના ઘરેથી દાગીના અને પૈસા લઈને ભાગી ગઈ. ગર્લફ્રેન્ડના ડબલ કેરેક્ટરની અને લૂંટેરી દુલ્હનની આ સત્ય હકીકતની કહાની સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયું છે.

આ વિચિત્ર મામલો પટનાના નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મળતી માહિતી મુજબ, લગ્ન બાદ ફરાર થઈ ગયેલી પ્રેમિકાએ પોતાના પરિવારજનો સાથે જીદ કરીને તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ લગ્નના બે મહિના પણ પૂર્ણ થયા ન હતા કે, પ્રેમિકા અન્ય કોઈના પ્રેમમાં પડી ગઈ અને દાગીના લેવા માટે પ્રથમ પ્રેમી સાથે લગ્ન કરી, પૈસા લઈને ભાગી ગઈ. જ્યારે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો તો પોલીસકર્મીઓ પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા કે, કોઈ છોકરી આવું કેવી રીતે કરી શકે. કોઈનો પ્રેમ મેળવવા તેણે પહેલા લગ્ન કર્યા અને પછી બીજાનો પ્રેમ પામવા માટે એ લૂંટેરી દુલ્હને પતિનું ઘર છોડીને દાગીના અને પૈસા લઈને ભાગી ગઈ.

આ પણ વાંચો: ઉમરેઠમાં બાળકોને બેસાડી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ચલાવ્યું ટ્રેક્ટર, જાણો કેમ

પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા યુવતીને શોધવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. હવે આ સમગ્ર મામલો ત્યારે જ સ્પષ્ટ થશે, જ્યારે પોલીસને પ્રેમિકા મળશે. હકીકતમાં પટનાના માનેરના રેવા લીલા ટોલાના રહેવાસી ઉમેશ યાદવની પુત્રી રાની કુમારી ઉર્ફે સુમન 15 મહિના પહેલા નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રાનિયામાં રહેતા લાલદેવ યાદવના પુત્ર સત્યાનંદને મળી હતી. ત્યારબાદ બંને પ્રેમમાં પડ્યા અને પછી બંનેએ સાથે મળીને પોતપોતાના પરિવારને લગ્ન માટે મનાવી લીધા. બંને પરિવારોની સંમતિથી 27 એપ્રિલ, 2022ના રોજ એરેન્જ્ડ મેરેજ થયા હતા.

આ પણ વાંચો: મેઘરાજાની સવારી બાદ ડાંગ જામ્યો રમણીય માહોલ, ત્યાંની આ તસવીરો જોતા જ રહેશો

લગ્ન પછી થોડા દિવસો સુધી બંને ખૂબ જ સારા બનીને રહ્યા અને લગભગ 2 મહિના સુધી બંને એકબીજા સાથે પ્રેમભાવથી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન બંને વચ્ચે અણબનાવ થયો અને આ અણબનાવ વચ્ચે ત્રીજા પ્રેમીએ પ્રવેશ કર્યો. જેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પતિ સત્યાનંદના કહેવા પ્રમાણે, તેની પત્ની રાનીએ રાત્રી દરમિયાન કોઈની સાથે વાત કરવાનું શરૂ કર્યું.

રાત્રે તેને બીજા પુરુષ સાથે વાત કરતી જોઈને તથા ગેરકાયદેસર સંબંધ ધરાવતી હોય, તેવી પતિને શંકા ગઈ અને આ શંકાથી બંને વચ્ચેના સંબંધમાં અંતર વધવા લાગ્યું. આ દરમિયાન પરણિત રાણી તેના પ્રેમી રાજા સાથે પૈસા અને સોનાના દાગીના લઈને ભાગી ગઈ હતી. હવે પરિણીતાનો પતિ ન્યાય માટે પોલીસને આજીજી કરી રહ્યો છે.
First published:

Tags: Bihar Crime, Looteri Dulhan, Love story