દહેજ ભૂખ્યા સાસરિયાઓએ B Tech પાસ યુવતીને આઠ મહિના ઘરમાં કેદ રાખી, ગામ લોકોએ મુક્ત કરાવી

દહેજ ભૂખ્યા સાસરિયાઓએ B Tech પાસ યુવતીને આઠ મહિના ઘરમાં કેદ રાખી, ગામ લોકોએ મુક્ત કરાવી
પોલીસે મહિલાને કેદમાંથી મુક્ત કરાવી.

લગ્ન વખતે યુવતીના પિતાએ કાર સહિત 17 લાખ રૂપિયાનો સામાનો આપ્યો હતો. સાસરિયા પક્ષના લોકો હવે દહેજમાં વધારે 10 લાખ રૂપિયા માંગી રહ્યા હતા.

 • Share this:
  સુપૌલ: સમાજમાં ક્યારેક એવાં એવાં બનાવો સામે આવતા રહે છે જેનાથી શરમમાં મૂકાવું પડે. બિહારના સુપૌલ જિલ્લા (Supaul district of Bihar)ના કિસનપુર પ્રખંડ મુખ્યાલય સ્થિત બજારમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. અહીં બી ટેક કરેલી એક પરિણીતાને દહેજ (Dowry case) માટે આઠ મહિના ઘરમાં કેદ રાખવામાં આવી હતી. ગામના લોકોને આ અંગેની જાણકારી મળી તો તેમણે મહિલા પોલીસ (Woman police)ને સૂચના આપી હતી અને પરિણીતાને કેદમાંથી મુક્ત કરાવી હતી. એવી પણ માહિતી મળી છે કે મહિલાના સાસરિયા પક્ષના લોકો દહેજ પેટે 10 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. મહિલાના પિતાએ લગ્ન વખતે કાર સહિત 17 લાખ રૂપિયાનો સામાન આપ્યો હોવા છતાં દહેજ ભૂખ્યા સાસરિયાઓને સંતોષ થયો ન હતો.

  પ્રાપ્ત વિગત પ્રમાણે મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રમિલા કુમારીએ બુધવારે પોલીસની ટીમ સાથે કિસનપુર બજાર સ્થિત આવેલા ઘર પર પહોંચીને ઘટના અંગે જાણકારી મેળવી હતી. પોલીસને જોઈને આસપાસ ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ પોલીસને એક સ્વરમાં જણાવ્યું હતું કે, મહિલાને આઠ મહિનાથી બંધક બનાવીને રાખવામાં આવી છે. આ ઉપરાંત લોકોએ મહિલાના સાસુ અને સસરા તેણીને પરેશાન કરતા હોવાની વાત પણ કહી હતી.  આ પણ વાંચો: પોસ્ટ ઑફિસની ગુમ મહિલા કર્મચારીનો મૃતદેહ મળ્યો, છ ટુકડામાં હતો મૃતદેહ, અનેક સવાલો

  એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાતને લઈને અનેક વખત સ્થાનિક પંચાયત પણ બેઠી હતી અને ચર્ચા કરવામાં આવી હતી. જોકે, મહિલાનો સસરો વિક્રમ ચૌધરી કોઈની વાત માનવા માટે તૈયાર ન હતો. આથી ગામનો લોકોએ મહિલાને મુક્ત કરાવવા માટે પોલીસની મદદ માંગી હતી. આ આખો કેસ દહેજનો છે. જેમાં મહિલાની સાસુ, સસરા અને તેના પતિની ભૂમિકા સામે આવી છે.

  વિક્રમ ચૌધરીના પુત્ર સંજય ચૌધરીના લગ્ન હિન્દુ રીત-રિવાજ પ્રમાણે દિલ્હીના નોઇડા ખાતે સાતમી માર્ચ, 2018ના રોજ થયા હતા. મહિલાને તેના પિતાએ લગ્ન વખતે દહેજમાં કાર સહિત 17 લાખ રૂપિયાનો સામાન આપ્યો હતો. લગ્નથી મહિલાને એક દીકરી પણ છે, જેની ઉંમર દોઢ વર્ષ છે. કહેવામાં આવી રહ્યું છે કે દીકરીના જન્મ બાદ મોના કુમારી જયસવાલને તેના સાસરીના લોકો પરેશાન કરવા લાગ્યા હતા.

  આ પણ વાંચો: હરિયાણા: ત્રણ યુવતીઓએ વૃદ્ધના કપડાં ઉતારી બનાવ્યો વીડિયો, માંગ્યા પાંચ લાખ રૂપિયા

  એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પીડિતા પાસે દહેજ પેટે વધારે 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પતિ કમાવા માટે બહાર ચાલ્યો ગયો હતો. એવી પણ માહિતી મળી છે કે દહેજ ન મળવા પર પતિએ પણ તેની પત્ની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ખૂબ પરેશાન કરવા છતાં મહિલાએ ઘર ન છોડતા તેણીને બે માળના ઘરમાં ઉપરના માળે તાળું મારીને કેદ કરી દેવામાં આવી હતી. મહિલાના પિતાને જ્યારે આ અંગે જાણકારી મળી ત્યારે તેમણે તેના પુત્રને તપાસ કરવા માટે મોકલ્યો હતો. જોકે, મહિલાના સાસરી પક્ષના લોકોએ યુવકને તેની બહેનને મળવા દીધો ન હતો. જે બાદમાં ગામના લોકોએ ભેગા થઈને ઘરનું તાળું તોડી નાખ્યું હતું અને પોલીસને જાણકારી આપી હતી.

  આ પણ વાંચો: 'ધવલ કહેતો હું આટલા રૂપિયા ક્યાંથી લાવીશ? આપણે ત્રણેયએ આપઘાત કરી લેવો છે'


  પીડિતાના પિતાએ જણાવ્યું કે તેમની દીકરી બી ટેક પાસ છે. લગ્ન વખતે કાર સહિત 17 લાખનો સામાન આપવામાં આવ્યો હતો. આ લોકો દહેજ પેટે વધારે 10 લાખ રૂપિયા માંગી રહ્યા હતા. મહિલાના પિતાએ આક્ષેપ લગાવ્યો કે, તેની દીકરીના સસરા વિક્રમ ચૌધરી, સાસુ આભા દેવી અને નણંદ ચાંદની કુમારી દીકરીને જીવથી મારી નાખવાનું ષડયંત્ર ઘડી રહ્યા હતા. તેની દીકરીને જમવાનું આપવામાં આવતું ન હતું. ખાવાનું માંગવા પર તેણીને માર મારવામાં આવતો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ